ઝીણા મોર બોલે આ લીલી નાઘેરમાં - Jhina Mor Bole Aa Lili Nagherma - Gujarati & English Lyrics

ઝીણા મોર બોલે આ લીલી નાઘેરમાં,
લીલી નાઘેરમાં, હરી વનરાઈમાં
ઝીણા મોર…

ઉતારા કરોને આજ લીલી નાઘેરમાં,
દેશું દેશું મેડીના મોલ રાજ
ઝીણા મોર…

દાતણ કરોને આજ લીલી નાઘેરમાં,
દેશું દેશું કણેરીની કાંબ રાજ
ઝીણા મોર…

નાવણ કરોને આજ લીલી નાઘેરમાં,
દેશું દેશું નદિયુંનાં નીર રાજ
ઝીણા મોર…

ભોજન કરોને આજ લીલી નાધેરમાં,
દેશું દેશું સાકરિયો કંસાર રાજ
ઝીણા મોર…

મુખવાસ કરોને આજ લીલી નાધેરમાં,
દેશું દેશું બોડલાં પચાસ રાજ
ઝીણા મોર…

પોઢણ કરીને આજ લીલી નાધેરમાં,
દેશું દેશું હિંડોળાખાટ રાજ
ઝીણા મોર…

Jhina Mor Bole Aa Lili Nagherma

Zin mor bole a lili nagheraman,
Lili nagheraman, hari vanaraiman
Zin mora…

Utar karone aj lili nagheraman,
Deshun deshun medin mol raja
Zin mora…

Datan karone aj lili nagheraman,
Deshun deshun kanerini kanba raja
Zin mora…

Navan karone aj lili nagheraman,
Deshun deshun nadiyunnan nir raja
Zin mora…

Bhojan karone aj lili nadheraman,
Deshun deshun sakariyo kansar raja
Zin mora…

Mukhavas karone aj lili nadheraman,
Deshun deshun bodalan pachas raja
Zin mora…

Podhan karine aj lili nadheraman,
Deshun deshun hindolakhat raja
Zin mora…