ઝીણો ઝીણો માં ઝીઝવો રે - Jhino Jhino Maa Jhijhavo Re - Gujarati & English Lyrics

ઝીણો ઝીણો માં ઝીઝવો રે, ઝીણી શિયાળા ની રાત,
અંબા તું મોરી માવડી રે, રમવા આવોને રાસ .

આસોના ઉજળા દા’ડા આયા, મડી ના રથડા ઓરા આયા
વેલેરા આવ મોરી માં, આંગણે પધારો મોરી માં .

સિંહની સવારીએ માંડી આવ્યા,ચોસઠ જોગણી સંગે લાવ્યા
ભલે પધાર્યા મોરી માં, ખમ્મા પધાર્યા મોરી માં

આરાતે સુરના ચોકે આયા ,આકાશદેવ સહુ જોવા આયા
ભલે રમે મોરી માં, અમને ગમે મોરી માં

Jhino Jhino Maa Jhijhavo Re

Zino zino man zizavo re, zini shiyal ni rata,
Anba tun mori mavadi re, ramav avone ras .

Ason ujal da’d aya, madi n rathad or aya
Veler av mori man, angane padharo mori man .

Sinhani savarie mandi avya,chosath jogani sange lavya
Bhale padharya mori man, khamma padharya mori man

Arate suran choke aya ,akashadev sahu jov aya
Bhale rame mori man, amane game mori man