જીભલડી રે! તને હરિગુણ ગાતાં - Jibhaladi Re! Tane Harigun Gatan - Lyrics

જીભલડી રે! તને હરિગુણ ગાતાં

જીભલડી રે! તને હરિગુણ ગાતાં આવડું આળસ ક્યાંથી રે!
લવરી કરતાં નવરી ન મળે, બોલી ઊઠે સૌમાંથી રે!

પરનિંદા કરવાને પૂરી, શૂરી ખટરસ ખાવા રે;
ઝઘડો કરવા જાહેર ઝૂઝે, કાયર હરિગુણ ગાવા રે.

દવ લાગ્યા પછી કૂપ ખોદાવે આગ એથી ક્યાં ઓલવાશે રે?
ચોરો તો ધન હરી ગયા, પછી દીપકથી શું થાશે રે?

તલ મંગાવો ને તુલસી મંગાવો, રામનામ લેવરાવો રે;
પરથમ તો મસ્તક નહીં નમતું, પછી નામ શું સંભળાવો રે?

રામનામનું દામ ન બેસે, કામ ખડે નહીં કરવું રે;
સહેજે પાર પંથનો આવે, ભજન થકી ભવ તરવું રે.

જેનું નામ જપે જોગેશ્વર, શંકર શેષ વિરંચિ રે;
કહે ‘પ્રીતમ’ પ્રભુનામ વિસાર્યું, તે પ્રાણી પરપંચી રે.

  • પ્રીતમ

Jibhaladi Re! Tane Harigun Gatan

Jibhaladi re! Tane harigun gatan avadun alas kyanthi re! Lavari karatan navari n male, boli uthe saumanthi re!

Paraninda karavane puri, shuri khaṭaras khav re;
Zaghado karav jaher zuze, kayar harigun gav re.

Dav lagya pachhi kup khodave ag ethi kyan olavashe re? Choro to dhan hari gaya, pachhi dipakathi shun thashe re?

Tal mangavo ne tulasi mangavo, ramanam levaravo re;
Paratham to mastak nahin namatun, pachhi nam shun sanbhalavo re?

Ramanamanun dam n bese, kam khade nahin karavun re;
Saheje par panthano ave, bhajan thaki bhav taravun re.

Jenun nam jape jogeshvara, shankar shesh viranchi re;
Kahe ‘pritama’ prabhunam visaryun, te prani parapanchi re.

  • pritama

Source: Mavjibhai