જીવનવ્રત સંકલ્પ
(શિખરિણી)
નથી હું તારો ને, તું નવ બનજે મારી કદિ યે
નથી બંધાવું ને, સખિ નવ તને બાંધુ કદિ યે
મને બેડી ભારી, વસમી નિજ લાગે હુંપદની
ઉમેરું ક્યાં તેમાં, નવીન કડી પાછી મમતની
રખે માની લેતી, મુજ હૃદયની આગ ઠરી છે
અને તાલાવેલી, તુજ મિલન માટેની મરી છે
હતો તેવો હું છું, થનગનતી છે એ જ લગની
હજુ યે એ જુનો, જલવી જલતો પ્રેમ અગની
પરંતુ તું મારી, બની કરી રખે તું જ ન રહે
(અને शान्तम् पापम्)
અને એવું થાતાં, મુજ દિલ તને વ્હાલી ન ચહે
હશે આ ભીતિ, તે ફક્ત મુજ હૈયાની ભ્રમણા
છતાં મેં તો વાળ્યો, જીવનવ્રત સંકલ્પ મનમાં
તું મારે ધ્રુ જેવી, રહિશ હું ય સપ્તર્ષિ સરિખો
તું પે માંડી નેણાં, સતત સખિ અસ્પૃશ્ય ફરતો
-કરસનદાસ માણેક
Jivanavrat Sankalpa
(shikharini)
Nathi hun taro ne, tun nav banaje mari kadi ye
Nathi bandhavun ne, sakhi nav tane bandhu kadi ye
Mane bedi bhari, vasami nij lage hunpadani
Umerun kyan teman, navin kadi pachhi mamatani
Rakhe mani leti, muj hrudayani ag ṭhari chhe
Ane talaveli, tuj milan mateni mari chhe
Hato tevo hun chhun, thanaganati chhe e j lagani
Haju ye e juno, jalavi jalato prem agani
Parantu tun mari, bani kari rakhe tun j n rahe
(ane शान्तम् पापम्)
Ane evun thatan, muj dil tane vhali n chahe
Hashe a bhiti, te fakṭa muj haiyani bhramana
Chhatan men to valyo, jivanavrat sankalpa manaman
Tun mare dhru jevi, rahish hun ya saptarshi sarikho
Tun pe mandi nenan, satat sakhi asprushya farato
-karasanadas maneka
Source: Mavjibhai