જ્યાં ચરણ રુકે ત્યાં કાશી - Jyan Charan Ruke Tyan Kashi - Gujarati

જ્યાં ચરણ રુકે ત્યાં કાશી

જ્યાં ચરણ રુકે ત્યાં કાશી.
ઝાકળના બિન્દુમાં જોયો,
ગંગાનો જલરાશિ.

     જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર,
     જે  ગમ  ચાલું  એ જ  દિશા, મુજ  ધ્રુવ  વ્યાપે સચરાચર;
                  થીર રહું તો સરકે ધરતી,
                              હું તો નિત્ય પ્રવાસી

     સ્પરશું   તો   સાકાર,   ન  સ્પરશું   તો  જે  ગેબી માયા,
     હું   જ   ઉકેલું,  હું   જ   ગૂંચવું,   એવા   ભેદ   છવાયા;
                  હું જ કદી લપટાઉં જાળમાં,
                                હું જ રહું સન્યાસી.

     હું  જ   વિલાસે   રમું,  ધરી  લઉં  હું  જ પરમનું  ધ્યાન;
     કદી  અયાચક  રહું,  જાચી  લઉં   કદી   દુષ્કર  વરદાન;
                  મોત લઉં હું માગી, જે પળ,
                                  લઉં સુધારસ પ્રાશી!   

ज्यां चरण रुके त्यां काशी

ज्यां चरण रुके त्यां काशी.
झाकळना बिन्दुमां जोयो,
गंगानो जलराशि.

     ज्यां पाय ऊठे त्यां राजमार्ग, ज्यां तरतो त्यां महासागर,
     जे  गम  चालुं  ए ज  दिशा, मुज  ध्रुव  व्यापे सचराचर;
                  थीर रहुं तो सरके धरती,
                              हुं तो नित्य प्रवासी

     स्परशुं   तो   साकार,   न  स्परशुं   तो  जे  गेबी माया,
     हुं   ज   उकेलुं,  हुं   ज   गूंचवुं,   एवा   भेद   छवाया;
                  हुं ज कदी लपटाउं जाळमां,
                                हुं ज रहुं सन्यासी.

     हुं  ज   विलासे   रमुं,  धरी  लउं  हुं  ज परमनुं  ध्यान;
     कदी  अयाचक  रहुं,  जाची  लउं   कदी   दुष्कर  वरदान;
                  मोत लउं हुं मागी, जे पळ,
                                  लउं सुधारस प्राशी!   

Jyan Charan Ruke Tyan Kashi

Jyan charan ruke tyan kashi.
zakalana binduman joyo,
gangano jalarashi.

     jyan paya uthe tyan rajamarga, jyan tarato tyan mahasagara,
     je  gam  chalun  e j  disha, muj  dhruv  vyape sacharachara;
                  thir rahun to sarake dharati,
                              hun to nitya pravasi

     sparashun   to   sakara,   n  sparashun   to  je  gebi maya,
     hun   j   ukelun,  hun   j   gunchavun,   eva   bhed   chhavaya;
                  hun j kadi lapataun jalaman,
                                hun j rahun sanyasi.

     hun  j   vilase   ramun,  dhari  laun  hun  j paramanun  dhyana;
     kadi  ayachak  rahun,  jachi  laun   kadi   dushkar  varadana;
                  mot laun hun magi, je pala,
                                  laun sudharas prashi!   

Jyān charaṇ ruke tyān kāshī

Jyān charaṇ ruke tyān kāshī.
zākaḷanā bindumān joyo,
gangāno jalarāshi.

     jyān pāya ūṭhe tyān rājamārga, jyān tarato tyān mahāsāgara,
     je  gam  chālun  e j  dishā, muj  dhruv  vyāpe sacharāchara;
                  thīr rahun to sarake dharatī,
                              hun to nitya pravāsī

     sparashun   to   sākāra,   n  sparashun   to  je  gebī māyā,
     hun   j   ukelun,  hun   j   gūnchavun,   evā   bhed   chhavāyā;
                  hun j kadī lapaṭāun jāḷamān,
                                hun j rahun sanyāsī.

     hun  j   vilāse   ramun,  dharī  laun  hun  j paramanun  dhyāna;
     kadī  ayāchak  rahun,  jāchī  laun   kadī   duṣhkar  varadāna;
                  mot laun hun māgī, je paḷa,
                                  laun sudhāras prāshī!   

Source : હરીન્દ્ર દવે