જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ - Jyan Lagi Atma Tatva Chinyo Nahi - Lyrics

જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ

જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
મનખા દેહ તારો એમ એળે ગયો,
માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.

શુ થયું સ્નાન સંધ્યા ને પૂજા થકી,
શું થયું ઘેર રહી દાન દીધે?
શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે,
શું થયું વાળ લુંચન કીધે?

શું થયું જપ તપ તીરથ કીધા થકી,
શું થયું માળ ગ્રહી નામ લીધે?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,
શું થયું ગંગાજળ પાન કીધે?

શું થયું વેદ વ્યાકરણ વાણી વદે,
શું થયું રાગ ને રંગ માણ્યે?
શું થયું ખટ દર્શન વેદ સેવ્યા થકી,
શું થયું વરણના ભેદ આણ્યે?

એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા,
આતમારામ પરિબ્રહ્મ ન જોયો;
ભણે નરસૈંયો તત્વદર્શન વિના,
રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.

  • નરસિંહ મહેતા

Jyan Lagi Atma Tatva Chinyo Nahi

Jyan lagi atma tatva chinyo nahi,
Tyan lagi sadhan sarva juthi,
Manakh deh taro em ele gayo,
Mavathani jem vrushti juthi.

Shu thayun snan sandhya ne puj thaki,
Shun thayun gher rahi dan didhe? Shu thayun dhari jat bhasma lepan karye,
Shun thayun val lunchan kidhe?

Shun thayun jap tap tirath kidh thaki,
Shun thayun mal grahi nam lidhe? Shun thayun tilak ne tulasi dharya thaki,
Shun thayun gangajal pan kidhe?

Shun thayun ved vyakaran vani vade,
Shun thayun rag ne ranga manye? Shun thayun khat darshan ved sevya thaki,
Shun thayun varanan bhed anye?

E chhe prapancha sahu pet bharav tana,
Atamaram paribrahma n joyo;
Bhane narasainyo tatvadarshan vina,
Ratna-chintamani janma khoyo.

  • narasinha maheta

Source: Mavjibhai