જ્યારે આ આયખું ખૂટે
જ્યારે આ દેહ મહીં દેવે
ધીરેલું આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.
જેવી રીતે માત નીંદરતું બાળ
ધીમેથી અંકમાં લીએ,
માસે માસે અમાસને દિન
દેવો મયંકને પીએ;
તેવી રીત ગોદમાં લેજે,
તારામાં સમાવી દેજે;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.
જેવી રીતે બાપ ખંખેરી ધૂળ
બાળકના શીશને સૂંઘે,
થાકેલ બાળ બાપ ખભે ડોક
નાખી નિરાંતે ઊંઘે;
તેમ ખંખેરી લેજે,
મને તું તેડી લેજે;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.
જેવા મહાન કવિના બસ જરા
એક શબ્દને સ્પર્શે,
ભાવક પ્રવેશે તેને વિશ્વ
સ્વયં બસ રસને હર્ષે;
તેવો આકર્ષજે મુને,
તારે રસ વર્ષજે મુને;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.
જેવી રીત માળી ખરેલાં પાન
ક્યારામાં વાળી લીએ,
નવ અંકુર પાંગરવા કાજ
એ પાનને બાળી દીએ;
તેમ મુજ જીવનના સૌ શેષનું
કોઈને ખાતર કરજે,
કોમાં નવજીવન ભરજે;
મારો કોને લોપ ન નડશો,
મારો કોઈ શોક ન કરશો;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.
ज्यारे आ आयखुं खूटे
ज्यारे आ देह महीं देवे
धीरेलुं आयखुं खूटे,
जीवननो तांतणो तूटे.
जेवी रीते मात नींदरतुं बाळ
धीमेथी अंकमां लीए,
मासे मासे अमासने दिन
देवो मयंकने पीए;
तेवी रीत गोदमां लेजे,
तारामां समावी देजे;
ज्यारे आ आयखुं खूटे,
जीवननो तांतणो तूटे.
जेवी रीते बाप खंखेरी धूळ
बाळकना शीशने सूंघे,
थाकेल बाळ बाप खभे डोक
नाखी निरांते ऊंघे;
तेम खंखेरी लेजे,
मने तुं तेडी लेजे;
ज्यारे आ आयखुं खूटे,
जीवननो तांतणो तूटे.
जेवा महान कविना बस जरा
एक शब्दने स्पर्शे,
भावक प्रवेशे तेने विश्व
स्वयं बस रसने हर्षे;
तेवो आकर्षजे मुने,
तारे रस वर्षजे मुने;
ज्यारे आ आयखुं खूटे,
जीवननो तांतणो तूटे.
जेवी रीत माळी खरेलां पान
क्यारामां वाळी लीए,
नव अंकुर पांगरवा काज
ए पानने बाळी दीए;
तेम मुज जीवनना सौ शेषनुं
कोईने खातर करजे,
कोमां नवजीवन भरजे;
मारो कोने लोप न नडशो,
मारो कोई शोक न करशो;
ज्यारे आ आयखुं खूटे,
जीवननो तांतणो तूटे.
Jyare A Ayakhun Khute
Jyare a deh mahin deve
dhirelun ayakhun khute,
jivanano tantano tute.
jevi rite mat nindaratun bala
dhimethi ankaman lie,
mase mase amasane dina
devo mayankane pie;
tevi rit godaman leje,
taraman samavi deje;
jyare a ayakhun khute,
jivanano tantano tute.
jevi rite bap khankheri dhula
balakana shishane sunghe,
thakel bal bap khabhe doka
nakhi nirante unghe;
tem khankheri leje,
mane tun tedi leje;
jyare a ayakhun khute,
jivanano tantano tute.
jeva mahan kavina bas jara
ek shabdane sparshe,
bhavak praveshe tene vishva
svayan bas rasane harshe;
tevo akarshaje mune,
tare ras varshaje mune;
jyare a ayakhun khute,
jivanano tantano tute.
jevi rit mali kharelan pana
kyaraman vali lie,
nav ankur pangarava kaja
e panane bali die;
tem muj jivanana sau sheshanun
koine khatar karaje,
koman navajivan bharaje;
maro kone lop n nadasho,
maro koi shok n karasho;
jyare a ayakhun khute,
jivanano tantano tute.
Jyāre ā āyakhun khūṭe
Jyāre ā deh mahīn deve
dhīrelun āyakhun khūṭe,
jīvanano tāntaṇo tūṭe.
jevī rīte māt nīndaratun bāḷa
dhīmethī ankamān līe,
māse māse amāsane dina
devo mayankane pīe;
tevī rīt godamān leje,
tārāmān samāvī deje;
jyāre ā āyakhun khūṭe,
jīvanano tāntaṇo tūṭe.
jevī rīte bāp khankherī dhūḷa
bāḷakanā shīshane sūnghe,
thākel bāḷ bāp khabhe ḍoka
nākhī nirānte ūnghe;
tem khankherī leje,
mane tun teḍī leje;
jyāre ā āyakhun khūṭe,
jīvanano tāntaṇo tūṭe.
jevā mahān kavinā bas jarā
ek shabdane sparshe,
bhāvak praveshe tene vishva
svayan bas rasane harṣhe;
tevo ākarṣhaje mune,
tāre ras varṣhaje mune;
jyāre ā āyakhun khūṭe,
jīvanano tāntaṇo tūṭe.
jevī rīt māḷī kharelān pāna
kyārāmān vāḷī līe,
nav ankur pāngaravā kāja
e pānane bāḷī dīe;
tem muj jīvananā sau sheṣhanun
koīne khātar karaje,
komān navajīvan bharaje;
māro kone lop n naḍasho,
māro koī shok n karasho;
jyāre ā āyakhun khūṭe,
jīvanano tāntaṇo tūṭe.
Source : રામનારાયણ વિ. પાઠક ‘શેષ