જ્યારે આ આયખું ખૂટે - Jyare a Ayakhun Khute - Lyrics

જ્યારે આ આયખું ખૂટે

જ્યારે આ દેહ મહીં દેવે
ધીરેલું આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.

   જેવી રીતે માત નીંદરતું બાળ      
         ધીમેથી  અંકમાં  લીએ,
   માસે માસે અમાસને દિન      
         દેવો   મયંકને  પીએ;

         તેવી રીત ગોદમાં  લેજે,
         તારામાં  સમાવી  દેજે;

         જ્યારે આ આયખું ખૂટે,
         જીવનનો  તાંતણો  તૂટે. 

   જેવી રીતે બાપ ખંખેરી ધૂળ      
         બાળકના  શીશને  સૂંઘે,
   થાકેલ બાળ બાપ ખભે ડોક      
         નાખી   નિરાંતે  ઊંઘે;

         તેમ   ખંખેરી   લેજે,
         મને  તું  તેડી  લેજે;

         જ્યારે આ આયખું ખૂટે,
         જીવનનો  તાંતણો  તૂટે. 

   જેવા મહાન કવિના બસ જરા     
         એક   શબ્દને  સ્પર્શે,
   ભાવક પ્રવેશે  તેને  વિશ્વ     
         સ્વયં બસ  રસને હર્ષે;

         તેવો   આકર્ષજે  મુને,
         તારે  રસ વર્ષજે  મુને;

         જ્યારે આ આયખું ખૂટે,
         જીવનનો  તાંતણો  તૂટે. 

   જેવી રીત માળી ખરેલાં પાન      
         ક્યારામાં  વાળી લીએ,
   નવ અંકુર પાંગરવા કાજ      
         એ પાનને બાળી દીએ;

   તેમ મુજ જીવનના સૌ શેષનું      
         કોઈને  ખાતર  કરજે,
         કોમાં  નવજીવન ભરજે;

         મારો કોને લોપ ન નડશો,
         મારો કોઈ શોક ન કરશો;

         જ્યારે આ આયખું ખૂટે,
         જીવનનો તાંતણો  તૂટે.

-રામનારાયણ વિશ્વનાથ પાઠક


Jyare a Ayakhun Khute

Jyare a deh mahin deve
dhirelun ayakhun khute,
jivanano tantano tute.

   jevi rite mat nindaratun bal      
         dhimethi  ankaman  lie,
   mase mase amasane din      
         devo   mayankane  pie;

         tevi rit godaman  leje,
         taraman  samavi  deje;

         jyare a ayakhun khute,
         jivanano  tantano  tute. 

   jevi rite bap khankheri dhul      
         balakan  shishane  sunghe,
   thakel bal bap khabhe dok      
         nakhi   nirante  unghe;

         tem   khankheri   leje,
         mane  tun  tedi  leje;

         jyare a ayakhun khute,
         jivanano  tantano  tute. 

   jev mahan kavin bas jar     
         ek   shabdane  sparshe,
   bhavak praveshe  tene  vishva     
         swayan bas  rasane harshe;

         tevo   akarshaje  mune,
         tare  ras varshaje  mune;

         jyare a ayakhun khute,
         jivanano  tantano  tute. 

   jevi rit mali kharelan pan      
         kyaraman  vali lie,
   nav ankur pangarav kaj      
         e panane bali die;

   tem muj jivanan sau sheshanun      
         koine  khatar  karaje,
         koman  navajivan bharaje;

         maro kone lop n nadasho,
         maro koi shok n karasho;

         jyare a ayakhun khute,
         jivanano tantano  tute.

-ramanarayan vishvanath paṭhaka

Source: Mavjibhai