Kabir Dohas with Gujarati meaning
वणसतो छे भव साथ । तहां भक्त ज मला नाथ ।।
तुं भक्त वछल राम । सत्यार्थ तारुं नाम ।।
प्रकृतिसु मन द्वेष । एम नित नवा तुज वेष ।।
જીવ જ્યારે ભવસાગરની માયાની સાથે લાગી જાય છે ત્યારે તે તારા નામને છોડી દે છે. ભવસાગરનો સંઘાત તો નાશવંત છે પણ ત્યાં ભક્તને ભગવાન મળે છે. તમે તો ભગવાન રામ ભક્ત પર પ્રેમ રાખવાવાળા છો, તમારું નામ સાચે જ પરમ સત્યથી પૂર્ણ છે. તમે માયા પ્રત્યે મનમાં અભાવ રાખો છો એ રીતે તમારા રોજ રોજ નવાં નવાં સ્વરૂપો છે.
नित्य नवा तुज वेष । नामे सेव देव मोरार ।।
भक्त जाणी ने जे नव उवेखे । ते एकलो संसार ।।
ભગવાન રોજ રોજ તમારા નવાં નવાં સ્વરૂપો હોય છે, પણ હે જીવ ! નામમાં જ ભગવાન કાયમ રહેલા છે તેથી તેમની, તેમના નામથી જ ભક્તિ કર. ભગવાન તને સાચો ભક્ત જાણીને તારી અવગણના કરશે નહીં અને તારા વગર સંસારમાં એકલો રહેશે નહીં. સંસારમાં ભગવાનજ એક એવો છે કે તે તારી ઉપેક્ષા કરશે નહીં.