હું તો કાગળીઆ લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી… હું તો…
એવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા…
મારા દિલડા ઠરી ઠરી જાય રે
કાનુડા તારા…
એવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા…
મારા અંગડા બળી બળી જાય રે…
કાનુડા તારા…
એવા ચોમાસાના ચાર ચાર મહિના આવ્યા…
મારી ચૂંદડી ભીંજાઈ ભીંજાઈ જાય રે…
કાનુડા તારા…
એવી આંબે કોયલડી ટહુકા કરે
મારે કાળજડા કોરાઈ કોરાઈ જાય રે
ધુતારા તારા મનમાં નથી… હું તો…
Kagalia
Hun to kagalia lakhi lakhi thaki,
Kanud tar manaman nathi… Hun to…
Ev shiyalan char char mahin avya…
Mar dilad ṭhari ṭhari jaya re
Kanud tara…
Ev unalan char char mahin avya…
Mar angad bali bali jaya re…
Kanud tara…
Ev chomasan char char mahin avya…
Mari chundadi bhinjai bhinjai jaya re…
Kanud tara…
Evi anbe koyaladi ṭahuk kare
Mare kalajad korai korai jaya re
Dhutar tar manaman nathi… Hun to…