કહાના તું તો કામણગારોરે - Kahna Tu Kaman Garo Re - Gujarati & English Lyrics

કામણગારોરે, કહાના તું તો કામણગારોરે.

મને કાંઈ કામણ કીધારે, મારાં ચિત્ત હરીને લીધાં;
કહાના.

મારી સાસુડી સંતાપેરે, પેલી નણદી ઓળંબા આપે;
કહાના.

મને ભોજનીયાં નવ ભાવેરે, મને નિદ્રા તે કઈપેરે આવે;
કહાના.

મને પગની ભરાવી આંટીરે, મને મુખમાં તંબોળે છાંટી;
કહાના.

હું તો પૂરણ પદને પામીરે, મને મળ્યો નરસૈંયાનો સ્વામી;
કહાના.

Kahna Tu Kaman Garo Re

Kamanagarore, kahan tun to kamanagarore.

Mane kani kaman kidhare, maran chitṭa harine lidhan;
Kahana.

Mari sasudi santapere, peli nanadi olanba ape;
Kahana.

Mane bhojaniyan nav bhavere, mane nidra te kaipere ave;
Kahana.

Mane pagani bharavi antire, mane mukhaman tanbole chhanti;
Kahana.

Hun to puran padane pamire, mane malyo narasainyano swami;
Kahana.

– નરસિંહ મહેતા