કાનુડે કવરાવ્યાં - Kānuḍe Kavarāvyān - Lyrics

કાનુડે કવરાવ્યાં

કાનુડે કવરાવ્યાં, ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં…
ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં…

સૂતેલા બાળ મારે વ્હાલે જગાડ્યાં
રમતાંને રોવડાવ્યા રે
ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં…

ધીમેથી વાછરું વ્હાલાજીએ છોડ્યાં
વણદોહ્યાં ને ધવરાવ્યાં રે
ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં…

શીકેથી માટ મારે વ્હાલે ઉતાર્યાં
ઝાઝા ઢોળ્યાં ને પીધાં થોડાં
ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં…

પુરુષોત્તમ વ્હાલા પ્રાણ અમારા
તમે જીત્યા ને અમે હાર્યાં રે
ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં…


Kānuḍe Kavarāvyān

Kānuḍe kavarāvyān, gokuḷiyāmān kānuḍe kavarāvyān…
gokuḷiyāmān kānuḍe kavarāvyān…

Sūtelā bāḷ māre vhāle jagāḍyān
Ramatānne rovaḍāvyā re
gokuḷiyāmān kānuḍe kavarāvyān…

Dhīmethī vāchharun vhālājīe chhoḍyān
Vaṇadohyān ne dhavarāvyān re
gokuḷiyāmān kānuḍe kavarāvyān…

Shīkethī māṭ māre vhāle utāryān
Zāzā ḍhoḷyān ne pīdhān thoḍān
gokuḷiyāmān kānuḍe kavarāvyān…

Puruṣhottam vhālā prāṇ amārā
Tame jītyā ne ame hāryān re
gokuḷiyāmān kānuḍe kavarāvyān…

Source: Mavjibhai