કાનુડે કવરાવ્યાં - Kanude Kavravya - Gujarati & English Lyrics

કાનુડે કવરાવ્યાં ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં
સૂતાં તે બાળ મા૨ે વા’લે જગાડયાં
હે રમતાને રોવરાવ્યાં…ગોકુળિયામાં

શીકેથી માટ મારે વા’લે ઉતાર્યા
હે ખાધાં થોડાને ઢોળ્યાં ઝાઝાં… ગોકુળિયામાં

ખીલેથી વાછરું છોડયાં મારે વા’લે
હે વણ દોહ્યાને ધવરાવ્યાં…ગોકુળિયામાં

મથુરાની વાટે, મારો વાલોજી આવ્યા
હે મહીનાં દાણ ઉઘવરાવ્યાં.………… ગોકુળિયામાં

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર
કે તમે જીત્યાને અમે હાર્યા… ગોકુળિયામાં

હે રંગભેર રાસ રમાડયાં કાનુડે કવરાવ્યાં ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં

Kanude Kavravya

Kanude kavaravyan gokuliyaman kanude kavaravyan
Sutan te bal ma2e va’le jagadayan
He ramatane rovaravyan…gokuliyaman

Shikethi mat mare va’le utarya
He khadhan thodane dholyan zazan… Gokuliyaman

Khilethi vachharun chhodayan mare va’le
He van dohyane dhavaravyan…gokuliyaman

Mathurani vate, maro valoji avya
He mahinan dan ughavaravyan.………… gokuliyaman

Bai miran kahe prabhu giradhar nagar
Ke tame jityane ame harya… Gokuliyaman

He rangabher ras ramadayan kanude kavaravyan gokuliyaman kanude kavaravyan

Divya Publication. (2020). કિર્તન સાગર

કાનુડે કવરાવ્યા ગોકુળીયામાં. . . || Shree Shyambhai Thakar || Babra, Amreli. (2019, May 10). YouTube