કરજમાં ન કાંધા ખપે
મને ન મરવું ગમે છૂટક ટૂંક હફ્તા વડે
મળે મરણ ગાય-ગોકુળ સમું ધીમું – વાવરે
યદા કૃપણ સંપદા અસહ લોભથી – ના ગમે
અનેક જન જીવતાં મરણ-ભાર માથે વહી
ભલે હલચલે જણાય જીવતાં છતાં દીસતાં
મરેલ શબ શા અપંગ જડ પ્રેત દીદારમાં
અને મનમાંય – ઓઢત ભલે ન કો ખાંપણ
મસાણ તરફે જતાં ડગમગંત પંગુ સમાં
ગણું મરણ માહરું જનમસિદ્ધ શું માગણું
અબાધિત લખેલ તામ્રપતરે જિવાઈ સમું
ન કાં વસૂલ એ કરું મનગમંત રીતે જ હું
કરે કરજ કો લેણદાર ચૂકતું તકાદા વડે
ચહું જ ઉઘરાવવા મરણ એક હફ્તા વડે
બિડાય ભવચોપડો કરજમાં ન કાંધા ખપે
-ચુનીલાલ મડિયા
Karajaman N Kandha Khape
Mane n maravun game chhuṭak tunka hafṭa vade
Male maran gaya-gokul samun dhimun – vavare
Yad krupan sanpad asah lobhathi – n game
Anek jan jivatan marana-bhar mathe vahi
Bhale halachale janaya jivatan chhatan disatan
Marel shab sha apanga jad pret didaraman
Ane manamanya – odhat bhale n ko khanpana
Masan tarafe jatan dagamaganṭa pangu saman
Ganun maran maharun janamasiddha shun maganun
Abadhit lakhel tamrapatare jivai samun
N kan vasul e karun managamanṭa rite j hun
Kare karaj ko lenadar chukatun takad vade
Chahun j ugharavav maran ek hafṭa vade
Bidaya bhavachopado karajaman n kandha khape
-chunilal madiya
Source: Mavjibhai