કરો રક્ષા વિપદમાંહી
કરો રક્ષા વિપદમાંહી, નથી એ પ્રાર્થના મારી
વિપદથી ના ડરું કો’ દી, પ્રભો એ પ્રાર્થના મારી
મળે દુઃખ તાપથી શાંતિ, નથી એ પ્રાર્થના મારી
સહુ દુઃખો શકું જીતી, પ્રભો એ પ્રાર્થના મારી
સહાયે કો ચઢો આવી, નથી એ પ્રાર્થના મારી
ડગું ના આત્મશ્રદ્ધાથી, પ્રભો એ પ્રાર્થના મારી
પ્રભો મુને પાર ઉતારે, નથી એ પ્રાર્થના મારી
તરી જવા ચહું શક્તિ, પ્રભો એ પ્રાર્થના મારી
હરિ બોજો ધરી લે તું, નથી એ પ્રાર્થના મારી
ઉઠાવી હું શકું સહેજે, પ્રભો એ પ્રાર્થના મારી
સુખી દિને સ્મરું ભાવે; દુઃખી અંધાર રાત્રિએ
ન શંકા તું વિશે આવે, પ્રભો એ પ્રાર્થના મારી
ગુરુદેવ ટાગોરના કાવ્યસંગ્રહ ‘ગીતાંજલિ’માં
અપાયેલું મૂળ બંગાળી કાવ્ય આ પ્રમાણે છેઃ
વિપદે મોર રક્ષા કરો એ નોહે મોર પ્રાર્થના
વિપદે આમિ ના જેન કરિ ભય.
દુઃખતાપે વ્યથિત ચિત્તે નાઈ-બા દિલે સાન્ત્વના
દુઃખે જેન કરિતે પારિ જય.
સહાય મોર ના યદિ જૂટે
નિજેર બલ ના જેન ટુટે
સંસારે ઘટિલે ક્ષતિ, લભિલે શુધુ બંચના.
નિજેર મને ના જેન માનિ ક્ષય.
આમાર તુમિ કરિબે ત્રાણ એ નોહે મોર પ્રાર્થના
તરિતે પારિ શકતિ જેન રોય.
આમાર ભાર લાઘવ કરિ નાઈ-બા દિલે સાન્ત્વના
બહિતે પારિ એમની જેન હોય.
નમ્ર શિરે સુખેર દિને
તોમાર મુખ લઈબો ચિને
દુઃખેર રાતે નિખિલ ધરા જે દિન કરે બંચના
તોમાર જેન ના કરિ સંશય.
Karo Raksha Vipadamanhi
Karo raksha vipadamanhi, nathi e prarthan mari
Vipadathi n darun ko’ di, prabho e prarthan mari
Male duahkha tapathi shanti, nathi e prarthan mari
Sahu duahkho shakun jiti, prabho e prarthan mari
Sahaye ko chadho avi, nathi e prarthan mari
Dagun n atmashraddhathi, prabho e prarthan mari
Prabho mune par utare, nathi e prarthan mari
Tari jav chahun shakti, prabho e prarthan mari
Hari bojo dhari le tun, nathi e prarthan mari
Uthavi hun shakun saheje, prabho e prarthan mari
Sukhi dine smarun bhave; duahkhi andhar ratrie
N shanka tun vishe ave, prabho e prarthan mari
Gurudev tagoran kavyasangrah ‘gitanjali’man
Apayelun mul bangali kavya a pramane chheah
Vipade mor raksha karo e nohe mor prarthana
Vipade ami n jen kari bhaya.
Duahkhatape vyathit chitte nai-b dile santvana
Duahkhe jen karite pari jaya.
Sahaya mor n yadi jute
Nijer bal n jen tute
Sansare ghatile kshati, labhile shudhu banchana. Nijer mane n jen mani kshaya.
Amar tumi karibe tran e nohe mor prarthana
Tarite pari shakati jen roya.
Amar bhar laghav kari nai-b dile santvana
Bahite pari emani jen hoya.
Namra shire sukher dine
Tomar mukh laibo chine
Duahkher rate nikhil dhar je din kare banchana
Tomar jen n kari sanshaya.
સ્વરઃ શુભા જોશી
Source: Mavjibhai