કારતકે કૃષ્ણ સિધાવિયા - Kartke Krushna Sidhaviya - Gujarati & English Lyrics

કારતકે કૃષ્ણ સિધાવિયા ને રુકમણી સજે શણગાર
માગશર મહિને મેલી ગિયા મને એકલડી નિરાધાર
આણાં મોકલને મોરાર.

પોષ મહિનાની પૂનમડી ને આકાશે રાંધ્યાં અન્ન
મહા મહિનાનાં માયરાં ને કાંઈ પરણે જાદવરાય
આણાં મોકલને મોરાર…

ફાગણ ફૂલ્યો ફૂલડે ને કોળ્યાં પીપળ પાન
ચૈતરે વન કોળિયાં ને કોળી આંબા ડાળ
આણાં મોકલર્ન મોરાર…

વૈશાખે વન વેડિયાં ને વેડી આંબા ડાળ
જેઠ મહિનાનાં જૂગટાં ને જૂગટે રમવા જાય
આણાં મોકલને મોરાર…

અષાઢે ઘન ઘોરિયાં ને નદીએ બોળાં નીર
શ્રાવણ વરસે સરવડે ને ગોપિયું ના વા જાય
આણાં મોકલને મોરાર…

ભાદરવો ભલે રંગમાં ને ગાજ્યા વરસે મેહ
આસો મહિનાનાં અજવાળિયાં ને સૈયરું ગરબા ગાય
આણાં મોકલને મોરાર …

Kartke Krushna Sidhaviya

Karatake krushna sidhaviya ne rukamani saje shanagar
Magashar mahine meli giya mane ekaladi niradhar
Anan mokalane morara.

Posh mahinani punamadi ne akashe randhyan anna
Mah mahinanan mayaran ne kani parane jadavaraya
Anan mokalane morara…

Fagan fulyo fulade ne kolyan pipal pan
Chaitare van koliyan ne koli anba dala
Anan mokalarna morara…

Vaishakhe van vediyan ne vedi anba dal
Jeth mahinanan jugatan ne jugate ramav jaya
Anan mokalane morara…

Ashadhe ghan ghoriyan ne nadie bolan nir
Shravan varase saravade ne gopiyun n v jaya
Anan mokalane morara…

Bhadaravo bhale rangaman ne gajya varase meh
Aso mahinanan ajavaliyan ne saiyarun garab gaya
Anan mokalane morar …