કવિ છું હું - Kavi Chhun Hun - Lyrics

કવિ છું હું

કવિ છું હું બધાને કાજ મારે જીવવાનું છે.
બધાંના દર્દ મારા છે ને મારું દિલ બધાનું છે.

તમારું દર્દ છે આ, કામ મારે શું દવાનું છે?
કે એ જીવવાનું કારણ છે, એ મરવાનું બહાનું છે.

નહીંતર આંખની સામે જ મશરૂનું બિછાનું છે;
મગર મારા મુકદ્દરમાં હંમેશા જાગવાનું છે.

નજૂમી, આવનારી કાલની ચર્ચા પછી કરજે;
મને છે આજની ચિંતા કે આજે શું થવાનું છે.

હું ધારું છું – સૂકાઈ ગઈ હશે સાચી તરસ મારી;
કદાચ એથી જ મારા ભાગ્યમાં મૃગજળ પીવાનું છે.

જગા એમાં મને મળતી નથી, એમાં નવાઈ શી?
હજી મારા હૃદય કરતાં જગત આ બહુ જ નાનું છે.

હું નીકળી જાઊં છું જ્યાંથી ફરી ત્યાં નથી જાતો;
હજીયે સ્વર્ગ જેવું સ્વર્ગ પણ મારા વિનાનું છે.

મળે છે લોકની કાંધે સવારી એટલે ‘બેફામ’
ખુદાના ઘરનું તેડું છે, ખુદાને ત્યાં જવાનું છે.

-બરકત વિરાણી ‘બેફામ’


Kavi Chhun Hun

Kavi chhun hun badhane kaj mare jivavanun chhe. Badhanna darda mar chhe ne marun dil badhanun chhe.

Tamarun darda chhe a, kam mare shun davanun chhe? Ke e jivavanun karan chhe, e maravanun bahanun chhe.

Nahintar ankhani same j masharunun bichhanun chhe;
Magar mar mukaddaraman hanmesh jagavanun chhe.

Najumi, avanari kalani charcha pachhi karaje;
Mane chhe ajani chinṭa ke aje shun thavanun chhe.

Hun dharun chhun – sukai gai hashe sachi taras mari;
Kadach ethi j mar bhagyaman mrugajal pivanun chhe.

Jag eman mane malati nathi, eman navai shi? Haji mar hrudaya karatan jagat a bahu j nanun chhe.

Hun nikali jaun chhun jyanthi fari tyan nathi jato;
Hajiye swarga jevun swarga pan mar vinanun chhe.

Male chhe lokani kandhe savari eṭale ‘befama’
Khudan gharanun tedun chhe, khudane tyan javanun chhe.

-barakat virani ‘befama’

Source: Mavjibhai