કવિ તને કેમ ગમે? - Kavi Tane Kem Game? - Lyrics

કવિ તને કેમ ગમે?

ધરતીને પટે ડગલે પગલે
મૂઠી ધાન વિના નાનાં બાળ મરે
પ્રભુહીન આકાશેથી આગ ઝરે
અહોરાત કરોડ ગરીબોના પ્રાણ
ધનિકોને હાથ રમે
ત્યારે હાય રે હાય, કવિ!
તને પૃથ્વી ને પાણી તણાં શેણે ગીત ગમે?

લથડી લથડી ડગલાં ભરતી
લાખો નાર ગલી ગલીએ ફરતી
સારી રાત ભૂખે મજૂરી કરતી
મારા બાળ પરોઢિયે જાગીને માગશે
ભાત વિચારી એ દેહ દમે
ત્યારે હાય રે હાય, કવિ!
તને સંધ્યા ને તારકનાં શેણે ગીત ગમે?

મન! છોડ નિહાળવા તારલિયા
કાળાં કેદખાના કેરા સળિયા
એનાં ક્રંદન શું નથી સાંભળિયાં?
એની ભીતર મૌન એકાકી રિબાઈ
હજારોના પ્રાણ શમે
ત્યારે હાય રે હાય, કવિ!
તુંને સાગરતીર કેરાં શેણે ગીત ગમે?

મહારોગ ને મૃત્યુના સાગરમાં
લાખો ચીસ નિશ્વાસભર્યાં જગમાં
સિતમે સળગંત ધરા તલમાં
રસ સુંદરતા કેરી શાયરી છે બધી
જાળ સુનેરી ભૂખ્યાં જનોને
ત્યારે હાય રે હાય, કવિ!
તુંને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે?

દિનરાત જેઓની નસેનસમાં
પડે છે ઘોષ ભયંકર યંત્ર તણા
પીએ ઝેરી હવા જે દમદમમાં
એને શાયર શું? કવિતા શું?
ફૂલો ને તારલિયામાં એ કેમ રમે?
ત્યારે હાય રે હાય, કવિ!
તુંને કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે?

સારા વિશ્વની જે દી ક્ષુધા શમશે
ભૂખ્યાં બાળુડાં પેટ ભરી જમશે
પૂરી રોટી પ્રતિજનને જડશે
કવિ! તે દિન નીલ આકાશ તારા
કેરી સુંદરતા સહુ સાર્થ બને
તારા કૂજન આજ જલાવી દે
પ્રાણ! રે દંભ ગાવા તને કેમ ગમે?

-ઝવેરચંદ મેઘાણી


Kavi Tane Kem Game?

Dharatine pate dagale pagale
Muthi dhan vin nanan bal mare
Prabhuhin akashethi ag zare
Ahorat karod garibon prana
Dhanikone hath rame
Tyare haya re haya, kavi! Tane pruthvi ne pani tanan shene git game?

Lathadi lathadi dagalan bharati
Lakho nar gali galie farati
Sari rat bhukhe majuri karati
Mar bal parodhiye jagine magashe
Bhat vichari e deh dame
Tyare haya re haya, kavi! Tane sandhya ne tarakanan shene git game?

Mana! Chhod nihalav taraliya
Kalan kedakhan ker saliya
Enan krandan shun nathi sanbhaliyan? Eni bhitar maun ekaki ribai
Hajaron pran shame
Tyare haya re haya, kavi! Tunne sagaratir keran shene git game?

Maharog ne mrutyun sagaraman
Lakho chis nishvasabharyan jagaman
Sitame salaganṭa dhar talaman
Ras sundarat keri shayari chhe badhi
Jal suneri bhukhyan janone
Tyare haya re haya, kavi! Tunne shabdoni chaturi gunthavi kem game?

Dinarat jeoni nasenasaman
Pade chhe ghosh bhayankar yantra tana
Pie zeri hav je damadamaman
Ene shayar shun? Kavit shun?
Fulo ne taraliyaman e kem rame? Tyare haya re haya, kavi! Tunne krushna kanaiyani bansari kem game?

Sar vishvani je di kshudh shamashe
Bhukhyan baludan pet bhari jamashe
Puri roti pratijanane jadashe
Kavi! Te din nil akash tara
Keri sundarat sahu sartha bane
Tar kujan aj jalavi de
Prana! Re danbha gav tane kem game?

-zaverachanda meghani

Source: Mavjibhai