કવિતા આ ડૂબશે? કે કોઈ સુધી પૂગશે? - Kavit a Dubashe? Ke Koi Sudhi Pugashe? - Lyrics

કવિતા આ ડૂબશે? કે કોઈ સુધી પૂગશે?

(અંજની ગીતો)
વાંસતણી એક ભૂંગળી લઈને
કવિતા એમાં મૂકી દઈને
વ્હેતા જળમાં તરતી મૂકું
ક્યા હાથે પડશે?

અધવચ્ચે એ ડૂબશે કે શું?
કોઈ સુધી એ પૂગશે કે શું?
અક્ષર એના ઊગશે કે શું?
કાંઈ ના જાણું હું!


વરસો બાદ ફરી ઘર ધોળ્યું.
ડોલર ફૂલ સમું શું કોળ્યું!
અનરાધારે વરસ્યું જાણે -
રૂપું પૂનમનું!

બા’રેથી આવી જ્યાં જોયું
જોતાં લાગ્યું સઘળું ખોયું
ભીંતો સાથે ધોળાઈ ગયો
થાપો કંકુનો!


આ ઘરની ભીંતો ને ઝાંપો,
એને એવો ધક્કો આપો
આઘે દૂર ક્ષિતિજે સ્થાપો
ત્યાર પછી જુઓ!

ઘરની આ સંકળાશ ન રહેશે
ઓછો કૈં અજવાશ ન રહેશે
ગૂંગળામણના શ્વાસ ન રહેશે
ત્યાર પછી જીવો!


અર્થો-બર્થો, હેતુ-બેતુ,
સમજણ માટે બાંધ્યા સેતુ.
સર્વ સમજદારોને ત્યાંથી
જાવાનું રહેતું!

જ્ઞાની, આપ ઉપરથી ચાલો,
સેતુ પર મોજેથી મહાલો!
અમને અલ્પમતિને જળનો
આ મારગ વ્હાલો!

-મનોજ ખંડેરિયા


Kavit a Dubashe? Ke Koi Sudhi Pugashe?

(anjani gito)
Vansatani ek bhungali laine
Kavit eman muki daine
Vhet jalaman tarati mukun
kya hathe padashe?

Adhavachche e dubashe ke shun? Koi sudhi e pugashe ke shun? Akshar en ugashe ke shun?
kani n janun hun!


Varaso bad fari ghar dholyun. Dolar ful samun shun kolyun! Anaradhare varasyun jane -
rupun punamanun!

Ba’rethi avi jyan joyun
Jotan lagyun saghalun khoyun
Bhinto sathe dholai gayo
thapo kankuno!


A gharani bhinto ne zanpo,
Ene evo dhakko apo
Aghe dur kshitije sthapo
tyar pachhi juo!

Gharani a sankalash n raheshe
Ochho kain ajavash n raheshe
Gungalamanan shvas n raheshe
tyar pachhi jivo!


Artho-bartho, hetu-betu,
Samajan mate bandhya setu. Sarva samajadarone tyanthi
javanun rahetun!

Jnyani, ap uparathi chalo,
Setu par mojethi mahalo! Amane alpamatine jalano
a marag vhalo!

-Manoj Khanderiya