કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે - Kesariyo Jān Lāvyo Jān Lāvyo Re - Lyrics

કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે

(માંડવાનું ગીત)

કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે

જાનમાં તો આવ્યા મુનશી
એને બેસવા જોશે ખુરશી
રેશમની ઝૂલવાળી ઝૂલવાળી રે
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે

જાનમાં તો આવ્યાં મોટાં
દૂધે ભરી લાવો લોટા
એલચી ને કેસરવાળા કેસરવાળા રે
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે

જાનમાં તો આવ્યાં શેઠિયા
એને બેસવા જોશે તકીયા
રેશમની ઝૂલવાળાં ઝૂલવાળાં રે
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે

જાનમાં તો આવ્યાં ગોરા
વેવાણ તમે આવો ઓરા
જાનમાં તો આવ્યાં બોરા
વેવાણ તમે લાવો દોરા
સોનાના ઢાળવાળાં ઢાળવાળાં રે
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે


Kesariyo Jān Lāvyo Jān Lāvyo Re

(mānḍavānun gīta)

Kesariyo jān lāvyo jān lāvyo re
Kesariyo jān lāvyo jān lāvyo re

Jānamān to āvyā munashī
Ene besavā joshe khurashī
Reshamanī zūlavāḷī zūlavāḷī re
Kesariyo jān lāvyo jān lāvyo re

Jānamān to āvyān moṭān
Dūdhe bharī lāvo loṭā
Elachī ne kesaravāḷā kesaravāḷā re
Kesariyo jān lāvyo jān lāvyo re

Jānamān to āvyān sheṭhiyā
Ene besavā joshe takīyā
Reshamanī zūlavāḷān zūlavāḷān re
Kesariyo jān lāvyo jān lāvyo re

Jānamān to āvyān gorā
Vevāṇ tame āvo orā
Jānamān to āvyān borā
Vevāṇ tame lāvo dorā
Sonānā ḍhāḷavāḷān ḍhāḷavāḷān re
Kesariyo jān lāvyo jān lāvyo re

Source: Mavjibhai