ખબરદાર! મનસૂબાજી - Khabaradara! Manasubaji - Lyrics

ખબરદાર! મનસૂબાજી

ખબરદાર! મનસૂબાજી, ખાંડાની ધારે ચડવું છે
હિંમત હથિયાર બાંધી રે, સત્ય લડાઈએ લડવું છે
ખબરદાર! મનસૂબાજી…

એક ઉમરાવને બાર પટાવત, એક એક નીચે ત્રીસ ત્રીસ
એક ધણી ને એક ધણિયાણી એમ, વિગતે સાત ને વીશ
સો સરદારે ગઢ ઘેર્યો રે, તેને જીતી પાર પડવું છે
ખબરદાર! મનસૂબાજી…

પાંચ પ્યાદલ તારી પૂંઠે ફરે છે, ને વળી કામ ને ક્રોધ
લોભ, મોહ ને માયા, મમતા એવા, જુલમી જોરાવર જોધ
અતિ બલિષ્ઠ સવારી રે, એ સાથે આખડવું છે
ખબરદાર! મનસૂબાજી…

પ્રેમપલાણ ધરી જ્ઞાનઘોડે ચડી, સદ્‌ગુરુ શબ્દ લગામ
શીલ સંતોષ ને ક્ષમા ખડ્ગ ધરી, ભજન ભડાકે રામ
ધર્મઢાલ ઝાલી રે, નિર્ભે નિશાને ચઢવું છે
ખબરદાર! મનસૂબાજી…

સૂરત નૂરત ને ઇડા પિંગળા, સુષુમણા ગંગાસ્નાન કીજે
મન પવનથી ગગનમંડળ ચઢી, ‘ધીરા’ સુરારસ પીજે
રાજ ઘણું રીઝે રે; ભજન વડે ભડવું છે
ખબરદાર! મનસૂબાજી…

-ધીરો ભગત


Khabaradara! Manasubaji

Khabaradara! manasubaji, khandani dhare chadavun chhe
Hinmat hathiyar bandhi re, satya ladaie ladavun chhe
Khabaradara! Manasubaji…

Ek umaravane bar patavata, ek ek niche tris trisa
Ek dhani ne ek dhaniyani ema, vigate sat ne visha
So saradare gadh gheryo re, tene jiti par padavun chhe
Khabaradara! Manasubaji…

Pancha pyadal tari punthe fare chhe, ne vali kam ne krodha
Lobha, moh ne maya, mamat eva, julami joravar jodha
Ati balishtha savari re, e sathe akhadavun chhe
Khabaradara! Manasubaji…

Premapalan dhari gnanaghode chadi, sadguru shabda lagama
Shil santosh ne ksham khadga dhari, bhajan bhadake rama
Dharmadhal zali re, nirbhe nishane chadhavun chhe
Khabaradara! Manasubaji…

Surat nurat ne id pingala, sushuman gangasnan kije
Man pavanathi gaganamandal chadhi, ‘dhira’ suraras pije
Raj ghanun rize re; bhajan vade bhadavun chhe
Khabaradara! Manasubaji…

-dhiro bhagata

Source: Mavjibhai