ખેલ ખેલ રે ભવાની મા,જય જય અંબે મા - Khel Khel Re Bhavani Ma. Jay Jay Ambe Ma - Gujarati & English Lyrics

ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા૦

મારી અંબા માને કાજે રે જય જય અંબે મા૦
બાળી બહુચરના કાજે રે જય જય અંબે મા૦

મારી બુટ માને કાજે રે જય જય અંબે મા૦
કાળી કાળકા માને કાજે રે જય જય અંબે મા૦

માનાં નોરતા આવ્યા રે જય જય અંબે મા૦
સહુ ગોરીના મનને ભાવ્યા રે જય જય અંબે મા૦

ઘેર ઘેર ગરબા ગાયે રે જય જય અંબે મા૦
ચાચર ચાંદનીઓ બંધાયે રે જય જય અંબે મા૦

તેમાં શોભા ઘણી થાયે રે જય જય અંબે મા૦
માને સેવક ચાચર લાવે રે જય જય અંબે મા૦

માજી ચાચર રમવા આવે રે જય જય અંબે મા૦
માજી શણગાર સજી આવે રે જય જય અંબે મા૦

માજી રૂમઝુમતા આવે રે જય જય અંબે મા૦
માજી ગરબો લઈને આવે રે જય જય અંબે મા૦

ભક્તો દર્શન કાજે આવે રે જય જય અંબે મા૦
માના ગરબા જે કોઈ ગાવે રે જય જય અંબે મા૦

માજી તેને પ્રસન્ન થાયે રે જય જય અંબે મા૦
તેના પાપો પ્રલય થાયે રે જય જય અંબે મા૦

તેને સુખ સંપત્તિ આપે રે જય જય અંબે મા૦
તેનાં વંશમાં વૃદ્ધિ રાખે રે જય જય અંબે મા૦

માજી સહાય તેને કોણ ચાખે રે જય જય અંબે મા૦
તેના વિઘ્ન માજી કાપે રે જય જય અંબે મા૦

તેને સુખ શાંતિ મા આપે રે જય જય અંબે મા૦
તેને વૈકુંઠ વાસ આપે રે જય જય અંબે મા૦

Khel Khel Re Bhavani Ma. Jay Jay Ambe Ma

Khel khel re bhavani ma, jaya jaya anbe ma0

Mari anba mane kaje re jaya jaya anbe ma0
Bali bahucharan kaje re jaya jaya anbe ma0

Mari but mane kaje re jaya jaya anbe ma0
Kali kalak mane kaje re jaya jaya anbe ma0

Manan norat avya re jaya jaya anbe ma0
Sahu gorin manane bhavya re jaya jaya anbe ma0

Gher gher garab gaye re jaya jaya anbe ma0
Chachar chandanio bandhaye re jaya jaya anbe ma0

Teman shobh ghani thaye re jaya jaya anbe ma0
Mane sevak chachar lave re jaya jaya anbe ma0

Maji chachar ramav ave re jaya jaya anbe ma0
Maji shanagar saji ave re jaya jaya anbe ma0

Maji rumazumat ave re jaya jaya anbe ma0
Maji garabo laine ave re jaya jaya anbe ma0

Bhakto darshan kaje ave re jaya jaya anbe ma0
Man garab je koi gave re jaya jaya anbe ma0

Maji tene prasanna thaye re jaya jaya anbe ma0
Ten papo pralaya thaye re jaya jaya anbe ma0

Tene sukh sanpatti ape re jaya jaya anbe ma0
Tenan vanshaman vruddhi rakhe re jaya jaya anbe ma0

Maji sahaya tene kon chakhe re jaya jaya anbe ma0
Ten vighna maji kape re jaya jaya anbe ma0

Tene sukh shanti m ape re jaya jaya anbe ma0
Tene vaikuntha vas ape re jaya jaya anbe ma0