કોઈને પોતાના જીન્સ ઑલ્ટર કરાવવા છે?
ખૂલી છે દુકાનો, ખૂલ્યાં છે બજારો
કરી દેવા ઑલ્ટર બધું, બધે બેઠાં છે દરજી હજારો
લાવો તમારાં જે લાંબાં છે, ટૂંકાં છે, પહોળાં છે જીન
બ્લૂ છતાં લાગે છે બ્રાઉન, કોઈક વ્હાઈટ, કોઈક બ્લેક સ્કિન
આવો ગરીબો, ઓ ભૂખ્યા બેકારો
તવંગર ને સાહેબો, ઓ શાહુકારો
કરી દેવા ઑલ્ટર બધું, બધે બેઠાં છે દરજી હજારો
દરજીઓ દેખાવે કાકા છે, મામા છે, આડોશી પાડોશી
જન્મ્યાંથી ઑલ્ટર કરે જીવને, બની જાએ જ્યાં સુધી ડોસા કે ડોસી
ભારતમાં ગાંધી, તો પરદેશે ઈસુ
કરી દેતા ઑલ્ટર લંબાઈ કે ઝિપ્પર કે ઈનસીમ કે ખીસું
નાત જાત ભાષાને કરી આપે ધર્મો ને ધંધા, કરો જો ઈશારો
કરી દેવા ઑલ્ટર બધું, બધે બેઠાં છે દરજી હજારો
છે માસ્તર પણ દરજી ને દરજી છે દેવો
ઑલ્ટર કર્યા વિના છોડે ના કોઈને,
દુનિયામાં નથી કોઈ ઈશ્વર પણ એવો
બજારોમાં ચારે કોર આવો, આવોનો દેકારો
કરી દેવા ઑલ્ટર બધું, બધે બેઠાં છે દરજી હજારો
ફિઝીક્સ,પોલિટિક્સ, એસ્થેટિક્સ, મેડિસીન, મુંબઈ
ઑલિમ્પિક્સ, ઈન્ટરનેટ, એનવાય ટાઈમ્સ, આઈબીએમ, ઈ-કોમ
ઓડિયોમેટ્રિશ્યન, બ્યુટિશ્યન, લિન્ગ્વિસ્ટીશ્યન
નેશનહૂડ, પેરન્ટહૂડ, સેઈન્ટહૂડ, સેલ્ફહૂડ
ટેકનોક્રસી, પોર્નોક્રસી, સ્નોબોક્રસી
ડાન્સડમ, ફિલ્મડમ, ફેનડમ, ડોલડ્રમ
એક્રોબેટિક્સ, બાયોમેથેમેટિક્સ, એટમોસ્ફેરિક્સ, એવિયોનિક્સ
ઝિલિયન્સ, ગેઝિલિયન્સના હિસાબે બેઠાં છે ઑલ્ટરના એક્સપર્ટ યારો
-ચંદ્રકાન્ત શાહ
Koine Potan Jinsa Olṭar Karavav Chhe?
Khuli chhe dukano, khulyan chhe bajaro
Kari dev olṭar badhun, badhe bethan chhe daraji hajaro
Lavo tamaran je lanban chhe, tunkan chhe, paholan chhe jina
Blu chhatan lage chhe brauna, koik vhaiṭa, koik blek skina
Avo garibo, o bhukhya bekaro
Tavangar ne sahebo, o shahukaro
Kari dev olṭar badhun, badhe bethan chhe daraji hajaro
Darajio dekhave kak chhe, mam chhe, adoshi padoshi
Janmyanthi olṭar kare jivane, bani jae jyan sudhi dos ke dosi
Bharataman gandhi, to paradeshe isu
Kari det olṭar lanbai ke zippar ke inasim ke khisun
Nat jat bhashane kari ape dharmo ne dhandha, karo jo isharo
Kari dev olṭar badhun, badhe bethan chhe daraji hajaro
Chhe mastar pan daraji ne daraji chhe devo
Olṭar karya vin chhode n koine,
Duniyaman nathi koi ishvar pan evo
Bajaroman chare kor avo, avono dekaro
Kari dev olṭar badhun, badhe bethan chhe daraji hajaro
Fiziksa,politiksa, esthetiksa, medisina, munbai
Olimpiksa, inṭaraneṭa, enavaya taimsa, aibiema, i-koma
Odiyometrishyana, byutishyana, lingvistishyana
Neshanahuda, peranṭahuda, seinṭahuda, selfahuda
Tekanokrasi, pornokrasi, snobokrasi
Dansadama, filmadama, fenadama, doladrama
Ekrobetiksa, bayomethemetiksa, eṭamosferiksa, eviyoniksa
Ziliyansa, geziliyansan hisabe bethan chhe olṭaran eksaparṭa yaro
-Chandrakanṭa Shaha