કોકે તો કરવું પડશે ભાઈ! - Koke to Karavun Padashe Bhai! - Lyrics

કોકે તો કરવું પડશે ભાઈ!

કોક જણે તો કરવું પડશે ભાઈ!
એક જણે તો કરવું પડશે ભાઈ!
કશું એ ના કરવાની કેવી તામસ આ હરિફાઈ?

ના ચાલે મન સર્વ ધર્યે એ,
આ અવગુણ અપકાર પરે યે
દિલથી કોક જણે તો અંતે કરવી રહી ભલાઈ,
તું કરશે તો યે નથી કરતો કંઈ ઉપકાર નવાઈ!

ચહુદિશ આ અંધાર છવાયાં
ઘૂમે મરુદ્ગણ ઢોર હરાયાં,
કોકે, નહિં તો તારે, પડશે દાખવવી જ સરાઈ,
ઊભા રહેવું પડશે કોકે મારગ દીપ સ્હાઈ;

આ આવું ને આવું દુર્ભગ
રહેવા ના સર્જાયુ છે જગ,
કોક જણે તો અમૃતદેશે દોરવું પડશે સ્હાઈ,
કોક જણે તો નિમિત્ત કેરી રળવી ભાગ્યકમાઈ;

શા લખવાર વિચારો એમાં
કેવળ છે જીતવાનું જેમાં?
તું હોતાં દીનહીન રહે જગ, તું જાશે નિંદાઈ,
તું હોતાં શું બીજો રળશે નિમિત્ત ભાગ્યવડાઈ!

કોકે કલશરૂપે પ્રાસાદે,
કોકે મિટ્ટીરૂપે બુનિયાદે,
વિશ્વસૌખ્યનું ભવન ભલા, રચી જાવું પડશે આંહિં.

તારે પાયે ગૃહફૂલ ફૂટશે,
સૌ સૌનું પછીથી કરી છૂટશે,
આજ કસોટી પરે ચઢી છે તારી પ્રેમસગાઈ.

-ઉશનસ્


Koke to Karavun Padashe Bhai!

Kok jane to karavun padashe bhai! Ek jane to karavun padashe bhai!
Kashun e n karavani kevi tamas a harifai?

N chale man sarva dharye e,
A avagun apakar pare ye
Dilathi kok jane to ante karavi rahi bhalai,
Tun karashe to ye nathi karato kani upakar navai!

Chahudish a andhar chhavayan
Ghume marudgan dhor harayan,
Koke, nahin to tare, padashe dakhavavi j sarai,
Ubh rahevun padashe koke marag dip shai;

A avun ne avun durbhaga
Rahev n sarjayu chhe jaga,
Kok jane to amrutadeshe doravun padashe shai,
Kok jane to nimitṭa keri ralavi bhagyakamai;

Sha lakhavar vicharo eman
Keval chhe jitavanun jeman? Tun hotan dinahin rahe jaga, tun jashe nindai,
Tun hotan shun bijo ralashe nimitṭa bhagyavadai!

Koke kalasharupe prasade,
Koke mittirupe buniyade,
Vishvasaukhyanun bhavan bhala, rachi javun padashe anhin.

Tare paye gruhaful fuṭashe,
Sau saunun pachhithi kari chhuṭashe,
Aj kasoti pare chadhi chhe tari premasagai.

-Ushanas