કોણ આ અગનબંધ બાંધે - Kon a Aganabandha Bandhe - Lyrics

કોણ આ અગનબંધ બાંધે

મને ઘર બાંધે મને વર બાંધે
મને મૈયરની મધુવેલ બાંધે
ઓ રે સૈયરની સંગસેલ બાંધે

હાથે કંકણ કંઠે નવસર
ચરણે ઓ ઝાંઝર બાંધે

કમ્મરે કાંધે સાંધે સાંધે
આંખે બાંધે પાંખે બાંધે
અકલવિકલ અંતરને ઓ
સ્વર બાંધે વિસ્વર બાંધે

ઉપર નીચે કસકસી
ઓ પંડના બાંધે પારકાં બાંધે
અહીંતહીં ઓ ચસચસી
સહુ કોરથી બાંધે

શૂલથી વીંધી ફૂલથી બાંધે
ફૂલથી વીંધી શૂલથી સાંધે

કેમ રે સાંધે
કોણ ઓ અગનબંધ આ બાંધે

-સુંદરજી બેટાઈ


Kon a Aganabandha Bandhe

Mane ghar bandhe mane var bandhe
Mane maiyarani madhuvel bandhe
O re saiyarani sangasel bandhe

Hathe kankan kanthe navasara
Charane o zanzar bandhe

Kammare kandhe sandhe sandhe
Ankhe bandhe pankhe bandhe
Akalavikal antarane o
Svar bandhe viswar bandhe

Upar niche kasakasi
O pandan bandhe parakan bandhe
Ahintahin o chasachasi
Sahu korathi bandhe

Shulathi vindhi fulathi bandhe
Fulathi vindhi shulathi sandhe

Kem re sandhe
Kon o aganabandha a bandhe

-sundaraji betai

Source: Mavjibhai