કોણ છે કોનું - Kon Chhe Konu - Gujarati & English Lyrics

દિલમાં વિચારી જો જો રે… કોણ છે કોનું
અંતરમાં ઉતારી લેજો રે… કોણ છે કોનું
કોના પિતા, કોની માતા
કોના સુત ને કોના ભ્રાતા
સૌએ સ્વાર્થના સગા રે… કોણ છે કોનું

મા બાપ કહે બેટો મારો
આકાશના તારા જેવો
ખરેખર એ ખરનારો… કોણ છે કોનું

પત્ની કહે . મને વરીયોએ
એતો પ્રેમ દરિયો
દરિયો તો ખારો ભરીયો રે… કોણ છે કોનું

વીરો કહે છે મારી બેની
ગુલાબની રુડી વેલી
વેલી કાંટા ભરેલી રે… કોણ છે. કોનું

લોઢા જેવા મન મેલા
માનું એને સગાં-વ્હાલાં
અંતે બંને એતો ભાલા રે… કોણ છે કોનું

હવે પ્રભુની લો માળા
મૂકી દો ચેન ચાળા
સાચા સગા બંસીવાળા રે… કોણ છે કોનું

Kon Chhe Konu

Dilamān vichārī jo jo re… Koṇ chhe konun
Antaramān utārī lejo re… Koṇ chhe konun
Konā pitā, konī mātā
Konā sut ne konā bhrātā
Saue swārthanā sagā re… Koṇ chhe konun

Mā bāp kahe beṭo māro
Ākāshanā tārā jevo
Kharekhar e kharanāro… Koṇ chhe konun

Patnī kahe . Mane varīyoe
Eto prem dariyo
Dariyo to khāro bharīyo re… Koṇ chhe konun

Vīro kahe chhe mārī benī
Gulābanī ruḍī velī
Velī kānṭā bharelī re… Koṇ chhe. Konun

Loḍhā jevā man melā
Mānun ene sagān-vhālān
Ante banne eto bhālā re… Koṇ chhe konun

Have prabhunī lo māḷā
Mūkī do chen chāḷā
Sāchā sagā bansīvāḷā re… Koṇ chhe konun

Divya Publication. (2020). કિર્તન સાગર

દિલ માં વિચારી જોજો રે કોણ છે કોનું- Dil ma vichari jojo re kon che konu - Punit maharaj. (2021, August 5). YouTube