કૃષ્ણ-સુદામા આખ્યાન કડવું ચોથું - Krushna-Sudam Akhyan Kadavun Chothun - Lyrics

કૃષ્ણ-સુદામા આખ્યાન કડવું ચોથું

પછી સુદામોજી બોલિયા સુણ સુંદરી રે
હું કહું તે સાચું માન ઘેલી કોણે કરી રે

જે નિરમ્યું તે પામીએ સુણ સુંદરી રે
વિધિએ લખી વૃદ્ધિહાણ ઘેલી કોણે કરી રે

સુકૃત દુકૃત બે મિત્ર છે સુણ સુંદરી રે
જાય પ્રાણ આત્માને સાથ ઘેલી કોણે કરી રે

દીધા વિના કેમ પામીએ સુણ સુંદરી રે
નથી આપ્યું જમણે હાથ ઘેલી કોણે કરી રે

જો ખડધાન ખેડી વાવિયું સુણ સુંદરી રે
તો ક્યાંથી જમીએ શાળ ઘેલી કોણે કરી રે

જળ વહી ગયે શું શોચવું સુણ સુંદરી રે
જો પ્રથમ ન બાંધી પાળ ઘેલી કોણે કરી રે

અતિથિ ભૂખ્યા વળાવિયા સુણ સુંદરી રે
તો ક્યાંથી પામીએ અન્ન ઘેલી કોણે કરી રે

સંતોષ સુખ ન ચાખિયાં સુણ સુંદરી રે
હરિચરણે ન સોંપ્યાં મન ઘેલી કોણે કરી રે

ભક્તિ કરતાં નવનધ આપશે સુણ સુંદરી રે
એવું સાંભળી બોલી સ્ત્રીજન ઘેલી કોણે કરી રે

જળ આંખે ભરી અબળા કહે ઋષિરાયજી રે
મારું દ્રઢ થયું છે મન લાગું પાયજી રે

એ જ્ઞાન મને ગમતું નથી ઋષિરાયજી રે
રુએ બાળક લાવો અન્ન લાગું પાયજી રે

કોને અન્ન વિના ચાલે નહિ ઋષિરાયજી રે
ભલે હો જોગ જોગેશર લાગું પાયજી રે

અન્ન વિના ભજન સૂઝે નહિ ઋષિરાયજી રે
જીવે અન્ને આખું જગત લાગું પાયજી રે

શિવે અન્નપૂર્ણા ઘેર રાખિયાં ઋષિરાયજી રે
રવિએ રાખ્યું અક્ષયપાત્ર લાગું પાયજી રે

સપ્ત ઋષિ સેવે કામધેનુને ઋષિરાયજી રે
તો આપણે તે કોણ માત્ર લાગું પાયજી રે

દેવો સેવે કલ્પવૃક્ષને ઋષિરાયજી રે
મનવાંછિત પામે આહાર લાગું પાયજી રે

અન્ન વિના ધરમ સૂઝે નહિ ઋષિરાયજી રે
ઊભો અન્ને આખો સંસાર લાગું પાયજી રે

ઉદ્યમ નિષ્ફળ જાશે નહિ ઋષિરાયજી રે
જઈ જાચો હરિવરરાય લાગું પાયજી રે

અક્ષર લખ્યા દારિદ્રના ઋષિરાયજી રે
ધોશે ધરણીધર તતખેવ લાગું પાયજી રે

-પ્રેમાનંદ


Krushna-Sudam Akhyan Kadavun Chothun

Pachhi sudamoji boliya sun sundari re
Hun kahun te sachun man gheli kone kari re

Je niramyun te pamie sun sundari re
Vidhie lakhi vruddhihan gheli kone kari re

Sukrut dukrut be mitra chhe sun sundari re
Jaya pran atmane sath gheli kone kari re

Didh vin kem pamie sun sundari re
Nathi apyun jamane hath gheli kone kari re

Jo khadadhan khedi vaviyun sun sundari re
To kyanthi jamie shal gheli kone kari re

Jal vahi gaye shun shochavun sun sundari re
Jo pratham n bandhi pal gheli kone kari re

Atithi bhukhya valaviya sun sundari re
To kyanthi pamie anna gheli kone kari re

Santosh sukh n chakhiyan sun sundari re
Haricharane n sonpyan man gheli kone kari re

Bhakti karatan navanadh apashe sun sundari re
Evun sanbhali boli strijan gheli kone kari re

Jal ankhe bhari abal kahe hrushirayaji re
Marun dradh thayun chhe man lagun payaji re

E gnan mane gamatun nathi hrushirayaji re
Rue balak lavo anna lagun payaji re

Kone anna vin chale nahi hrushirayaji re
Bhale ho jog jogeshar lagun payaji re

Anna vin bhajan suze nahi hrushirayaji re
Jive anne akhun jagat lagun payaji re

Shive annapurna gher rakhiyan hrushirayaji re
Ravie rakhyun akshayapatra lagun payaji re

Sapṭa hrushi seve kamadhenune hrushirayaji re
To apane te kon matra lagun payaji re

Devo seve kalpavrukshane hrushirayaji re
Manavanchhit pame ahar lagun payaji re

Anna vin dharam suze nahi hrushirayaji re
Ubho anne akho sansar lagun payaji re

Udyam nishfal jashe nahi hrushirayaji re
Jai jacho harivararaya lagun payaji re

Akshar lakhya daridran hrushirayaji re
Dhoshe dharanidhar tatakhev lagun payaji re

-premananda

Source: Mavjibhai