કુમકુમને પગલે પધારો - Kumkum Ne Pagle Padharo - Gujarati & ENglish Lyrics

કુમકુમને પગલે પધારો, રાજ કુમકુમને પગલે.
મસમસતા મોહનજી પધાર્યા, ડગમગતે ડગલે;
પધારો.

મસ્તક પાઘ પિતાંબર સોહિયે,
લીલાં અંબર રંગ લે;
પધારો.

મુખ ઉપર શ્રમજળનારે મોતી,
જોતાં મન હરી લે;
પધારો.

સાકર કેરા કરા પડ્યા છે,
આંગણિયે સઘળે;
પધારો.

દૂધડે મેહ વુઠ્યો નરસૈંયા,
રસ વાધ્યો ઢગલે;
પધારો.

Kumkum Ne Pagle Padharo

Kumakumane pagale padharo, raj kumakumane pagale.
Masamasat mohanaji padharya, dagamagate dagale;
Padharo.

Mastak pagh pitanbar sohiye,
Lilan anbar ranga le;
Padharo.

Mukh upar shramajalanare moti,
Jotan man hari le;
Padharo.

Sakar ker kar padya chhe,
Anganiye saghale;
Padharo.

Dudhade meh vuthyo narasainya,
Ras vadhyo dhagale;
Padharo.

– નરસિંહ મહેતા