લાડો લાડી જમે રે કંસાર - Lāḍo Lāḍī Jame Re Kansāra - Lyrics

લાડો લાડી જમે રે કંસાર

(કંસાર)

લાડો લાડી જમે રે કંસાર
કંસાર કેવો ગળ્યો લાગે રે

લાડી મુખે લજ્જા કેરો ભાર
કંસાર કેવો ગળ્યો લાગે રે

વાતે વાતે હસે છે લગાર
કંસાર કેવો ગળ્યો લાગે રે

લાડી તો સતી સીતા નાર
કે કંસાર કેવો ગળ્યો લાગે રે

લાડો રાજા રામનો અવતાર
કે કંસાર કેવો ગળ્યો લાગે રે

વેવાયું તો વટના રે પાન
કે કંસાર કેવો ગળ્યો લાગે રે

વેવાણુંને હરખ અપાર
કે કંસાર કેવો ગળ્યો લાગે રે

લાડીની ભાભી ટળવળે
કે કંસાર કેવો ગળ્યો લાગે રે

નણદી મુજને આંગલડી ચટાડ
કંસાર કેવો ગળ્યો લાગે રે

ભાભી તું તો પરણી કે કુંવારી
કંસાર ગળ્યો ગળ્યો લાગે રે

લાડો લાડી જમે રે કંસાર
કંસાર ગળ્યો ગળ્યો લાગે રે


Lāḍo Lāḍī Jame Re Kansāra

(kansāra)

Lāḍo lāḍī jame re kansāra
Kansār kevo gaḷyo lāge re

Lāḍī mukhe lajjā kero bhāra
Kansār kevo gaḷyo lāge re

Vāte vāte hase chhe lagāra
Kansār kevo gaḷyo lāge re

Lāḍī to satī sītā nāra
Ke kansār kevo gaḷyo lāge re

Lāḍo rājā rāmano avatāra
Ke kansār kevo gaḷyo lāge re

Vevāyun to vaṭanā re pān
Ke kansār kevo gaḷyo lāge re

Vevāṇunne harakh apāra
Ke kansār kevo gaḷyo lāge re

Lāḍīnī bhābhī ṭaḷavaḷe
Ke kansār kevo gaḷyo lāge re

Naṇadī mujane āngalaḍī chaṭāḍa
Kansār kevo gaḷyo lāge re

Bhābhī tun to paraṇī ke kunvārī
Kansār gaḷyo gaḷyo lāge re

Lāḍo lāḍī jame re kansāra
Kansār gaḷyo gaḷyo lāge re

Source: Mavjibhai