લાલ ચટક ચૂંદડીમાં
લાલ ચટક ચૂંદડીમાં વરસે ગુલમહોર
વાલમ વરણાગી મારો બોલે ઝીણાં મોર
એવી તે કેવી છે મનગમતી ભૂલ
રણમાં મેં શોધ્યા છે કોયલ બુલબુલ
મહેકે છે અંગ અંગ વાગ્યો જે થોર
લાલ ચટક ચૂંદડીમાં વરસે ગુલમહોર
જાતા’તાં વાટ મહીં મારી તેં કાંકરી
રણકે છે રાત થઈ સોનાની ઘાઘરી
તારી તે સંગ સંગ સાજન કલશોર
લાલ ચટક ચૂંદડીમાં વરસે ગુલમહોર
लाल चटक चूंदडीमां
लाल चटक चूंदडीमां वरसे गुलमहोर
वालम वरणागी मारो बोले झीणां मोर
एवी ते केवी छे मनगमती भूल
रणमां में शोध्या छे कोयल बुलबुल
महेके छे अंग अंग वाग्यो जे थोर
लाल चटक चूंदडीमां वरसे गुलमहोर
जाता’तां वाट महीं मारी तें कांकरी
रणके छे रात थई सोनानी घाघरी
तारी ते संग संग साजन कलशोर
लाल चटक चूंदडीमां वरसे गुलमहोर
Lal Chatak Chundadiman
Lal chatak chundadiman varase gulamahora
Valam varanagi maro bole zinan mora
Evi te kevi chhe managamati bhula
Ranaman men shodhya chhe koyal bulabula
Maheke chhe anga anga vagyo je thora
Lal chatak chundadiman varase gulamahora
Jata’tan vat mahin mari ten kankari
Ranake chhe rat thai sonani ghaghari
Tari te sanga sanga sajan kalashora
Lal chatak chundadiman varase gulamahora
Lāl chaṭak chūndaḍīmān
Lāl chaṭak chūndaḍīmān varase gulamahora
Vālam varaṇāgī māro bole zīṇān mora
Evī te kevī chhe managamatī bhūla
Raṇamān men shodhyā chhe koyal bulabula
Maheke chhe anga anga vāgyo je thora
Lāl chaṭak chūndaḍīmān varase gulamahora
Jātā’tān vāṭ mahīn mārī ten kānkarī
Raṇake chhe rāt thaī sonānī ghāgharī
Tārī te sanga sanga sājan kalashora
Lāl chaṭak chūndaḍīmān varase gulamahora
Source : ગીતઃ સુરેશ દલાલ
સ્વરઃ ઉષા મંગેશકર
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય