લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો - Laving Keri Lakdi Ae Rame Sita Ne Marya Jo - Gujarati & english Lyrics

લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો!
ફૂલ કેરી દડૂલિય સીતાએ વેર વાળ્યાં જો!

રામ! તમારે બોલડીએ હું નદીએ ના થઈશ જો!
તમે થશો જો નદીએ નાળું હું ધોબીડો થઈશ જો!

રામ તમારે બોલડીએ હૈ પરઘેર દળવા જઈશ જો!
તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટૂલો ચઈશ જો!

રામ તમારે બોલડીએ હું પરઘેર ખાંડવા જઈશ જો!
તમે જશા જો પરઘેર ખાંડવા હું સાંબેલું થઈશ જો!

રામ તમારે બોલડીએ હું રણની રોઝડી થઈશ જો!
તમે થશો જો રણની રોઝડી, સુડલિયો થઈશ જો!

રામ તમારે બોલડીએ હું જ માછડી થઈશ જો!
તમે થશો જો જળ માછલડી, હું પાછીડો થઈશ જો!

રામ તમારે બોલડીએ હું આકાશ વીજળી થઈશ જો!
તમે ચશો જો આકાશ વીજળી,હું મેહુલિયો થઈશ જો!

રામ! તમારે બોલડીએ હું બળીને ઢગલો થઈશ જો
તમે થશો જો બળીને ઢગલો, હું ભભૂતિયો થઈશ જો!

Laving Keri Lakdi Ae Rame Sita Ne Marya Jo

Lavinga keri lakadie rame sitane marya jo!
Ful keri daduliya sitae ver valyan jo!

Rama! Tamare boladie hun nadie n thaish jo!
Tame thasho jo nadie nalun hun dhobido thaish jo!

Ram tamare boladie hai paragher dalav jaish jo!
Tame jasho jo paragher dalava, hun ghantulo chaish jo!

Ram tamare boladie hun paragher khandav jaish jo!
Tame jash jo paragher khandav hun sanbelun thaish jo!

Ram tamare boladie hun ranani rozadi thaish jo!
Tame thasho jo ranani rozadi, sudaliyo thaish jo!

Ram tamare boladie hun j machhadi thaish jo!
Tame thasho jo jal machhaladi, hun pachhido thaish jo!

Ram tamare boladie hun akash vijali thaish jo!
Tame chasho jo akash vijali,hun mehuliyo thaish jo!

Rama! Tamare boladie hun baline dhagalo thaish jo
Tame thasho jo baline dhagalo, hun bhabhutiyo thaish jo!

લવિંગ કેરી લાકડીયે | Laving Keri Lakadiye | Ram Bhajan Gujarati | Praful Dave. (2018, March 28). YouTube