લીલુડા વનનો પોપટો - Līluḍā Vanano Popaṭo - Lyrics

લીલુડા વનનો પોપટો

(પ્રભાતિયું-ફટાણું)

મારે તે આંગણે આંબો મ્હોરિયો
આંબલિયાના બહોળા તે પાન
કે લીલુડા વનનો પોપટો

ત્યાં બેસી પોપટ રાણો ટહૂકિયા
જગાડ્યા ત્રણે ય વીર
કે લીલુડા વનનો પોપટો

મેડિયું માયલા મોટાભાઈ જાગિયા
અમારી મોટી તે વહુના કંથ
કે લીલુડા વનનો પોપટો

ઓરડા માયલા વચેટભાઈ જાગિયા
અમારી વચલી તે વહુના કંથ
કે લીલુડા વનનો પોપટો

ઓસરી માયલા નાનાભાઈ જાગિયા
અમારી નાની તે વહુના કંથ
કે લીલુડા વનનો પોપટો

ત્રણેએ તો જાગીને શું કરીયું?
રાખ્યો મારા માંડવડાનો રંગ
કે લીલુડા વનનો પોપટો

મારે તે આંગણે લીમડો ફાલિયો
લીમડાના પાંખેરા પાન
કે લીલુડા વનનો કાગડો!

ત્યાં બેસીને કાગો રાણો કળકળ્યા
ઓટલે સૂતા જમાઈ જાગિયા
લીલુડા વનનો કાગડો!

જાગીને જમાઈએ શું કરીયું?
જાગી ઠાલાં ફડાકા મારિયા
લીલુડા વનનો કાગડો!


Līluḍā Vanano Popaṭo

(prabhātiyun-faṭāṇun)

Māre te āngaṇe ānbo mhoriyo
Ānbaliyānā bahoḷā te pāna
Ke līluḍā vanano popaṭo

Tyān besī popaṭ rāṇo ṭahūkiyā
Jagāḍyā traṇe ya vīra
Ke līluḍā vanano popaṭo

Meḍiyun māyalā moṭābhāī jāgiyā
Amārī moṭī te vahunā kantha
Ke līluḍā vanano popaṭo

Oraḍā māyalā vacheṭabhāī jāgiyā
Amārī vachalī te vahunā kantha
Ke līluḍā vanano popaṭo

Osarī māyalā nānābhāī jāgiyā
Amārī nānī te vahunā kantha
Ke līluḍā vanano popaṭo

Traṇee to jāgīne shun karīyun? Rākhyo mārā mānḍavaḍāno ranga
Ke līluḍā vanano popaṭo

Māre te āngaṇe līmaḍo fāliyo
Līmaḍānā pānkherā pāna
Ke līluḍā vanano kāgaḍo!

Tyān besīne kāgo rāṇo kaḷakaḷyā
Oṭale sūtā jamāī jāgiyā
Līluḍā vanano kāgaḍo!

Jāgīne jamāīe shun karīyun? Jāgī ṭhālān faḍākā māriyā
Līluḍā vanano kāgaḍo!

Source: Mavjibhai