લીપ્યું ને ગૂંપ્યું મારું આંગણું,
પગલીનો પાડનાર ધોને રન્નાદે!
વાંઝિયાં-મેણાં માતા દોહ્યલાં.
મહીડાં વલોવી ઊભી રહી;
માખણનો માગનાર ધોને રન્નાદે!
વાંઝિયાં મેણાં માતા દોહ્યલાં.
પાણી ભરીને ઊભી રહી;
છેડાનો ઝાલનાર ધોને રન્નાદે!
વાંઝિયાં-મેણાં માતા દોહ્યલાં.
રોટલા ઘડીને ઊભી રહી
ચાનકીનો માગનાર ધોને રન્નાદ!
વાંઝિયાં-મેણાં માતા દોહ્યલાં
ધોયો ધોયો મારો સાડલો;
ખોળાનો ખૂંદનાર દ્યોને રન્નાદ!
વાંઝિયાં મેણાં માતા દોહ્યલાં.
Lipyu Ne Gupyu Maru Aanganu
Lipyun ne gunpyun marun anganun,
Pagalino padanar dhone rannade!
Vanziyan-menan mat dohyalan.
Mahidan valovi ubhi rahi;
Makhanano maganar dhone rannade!
Vanziyan menan mat dohyalan.
Pani bharine ubhi rahi;
Chhedano zalanar dhone rannade!
Vanziyan-menan mat dohyalan.
Roṭal ghadine ubhi rahi
Chanakino maganar dhone rannada!
Vanziyan-menan mat dohyalan
Dhoyo dhoyo maro sadalo;
Kholano khundanar dyone rannada!
Vanziyan menan mat dohyalan.
લીપ્યું ને ગુપ્યું મારું આંગણું રે. રતિકુમાર વ્યાસ. Lipyu ne gupyu maru aanganu re. Ratikumar Vyas. (2018, November 23). YouTube