લૂલા-આંધળાની નવી વાત - Lula-Andhalani Navi Vata - Lyrics

લૂલા-આંધળાની નવી વાત

હતો એક મજદૂર ન જેનાં દુઃખની થાય જ યાદી
અને બીજો પડખે રહેતો કો વચને સમાજવાદી
પેલો રાત દી અંગ ગાળી કરે મજૂરી કાળી
આંધળી એની આંખે રોટી કદી ન પૂરતી ભાળી

પડોશી એનો આંખ-અક્કલે નરવો તો યે રુએ;
પૂરો પાંગળો અંગે એનું કોણ ધોતિયું ધુએ?
રાત પડે ને દિવસ ઊગે કે ધુમાય બન્યો રાંકા
આંગળી વેઢે ફરી ફરી ગણતા થયા કેટલા ફાંકા

એક થાકીને લોથપોથ થઈ નસીબ નિજનું શ્રાપે
ભદ્ર વર્ગની ચૂસ બીજો ખુરશીમાં રહી આલાપે
શાપ નિસાસા ગાળ-ગપાટા વડે ન ભૂખડી ભાંગી
ત્યારે પેલો ભણ્યો પડોશી આંખ ઊંચકે ફાંગી

‘ભલા શીદ તું રાત દહાડો કૂટે અંધ મજૂરી?
મારી આંખે દેખ જરી તેં અન્યની ભરી તિજૂરી
ધનિકોનાં ભંડાર ભર્યાં તેં તારે નસીબે ડાટા
તારું તું વરતે ના તારી આંખે જુગના પાટા’

મજૂરે એને ઊંચકી લીધો ઉમંગથી નિજ ખાંધે
લૂલો કહે ત્યમ અંધો ચાલે ભેગું બેઉનું રાંધે
દેશપ્રદેશે વાત ઊડી ને વાગી ગડ ગડ તાળી
‘જુઓ! ઘડીમાં શ્રીમંતોની આવી મોતની પાળી!’

અંધા લૂલાના કંઈ સંઘો ઊમટ્યા ધરતી ખોળે
લૂલો ખભેથી જીભ ચાબખે અંધાને ઢંઢોળે
મજલ ચલાવે અંધો લૂલો બેઠો ચાવે
કાન અંધના હતા સાબદા ‘અવાજ શેનો આવે’?

લૂલાભાઈ ખભે રહીને કરતા બે કર ઊંચા
ફળ ઝડપી રસ ચૂસી અંધને દેતા સૂકા કૂચા
‘જો ભાઈ ધનિકોને લોભે ભરવું આપણ ભૂખે;
ઝટપટ તેથી ચલો બિરાદર ચલો સુખે કે દુઃખે!’

નાગચૂડ અંધાની કોટે લૂલાએ જકડાવી
સિંદબાદને દરિયાઈ બુઢ્ઢાએ જેવી લગાવી
હરતાં ફરતાં કામ કરતાં ખાતાં સૂતાં રોતાં
પંડિતની ના ચૂડ છૂટતી ડિલથી ઊખડે છોતાં

દૂર દેવગિરિ પર ભદ્રોની તાળી ગડ ગડ વાગી
‘પગે ચાલીને ઊંચે આટલે આપણ ચડ્યા અભાગી’
અક્કલવંતા ખભે અન્યને કેવા સુખથી બિરાજે!
પંગુ ચડે ગિરિ પર! જયપ્રભુનો કળિયુગેય શો ગાજે
(મુંબઈ, મે ૧૯૩૫)

-ઉમાશંકર જોશી


Lula-Andhalani Navi Vata

Hato ek majadur n jenan duahkhani thaya j yadi
Ane bijo padakhe raheto ko vachane samajavadi
Pelo rat di anga gali kare majuri kali
Andhali eni ankhe roti kadi n purati bhali

Padoshi eno ankha-akkale naravo to ye rue;
Puro pangalo ange enun kon dhotiyun dhue? Rat pade ne divas uge ke dhumaya banyo ranka
Angali vedhe fari fari ganat thaya keṭal fanka

Ek thakine lothapoth thai nasib nijanun shrape
Bhadra vargani chus bijo khurashiman rahi alape
Shap nisas gala-gapat vade n bhukhadi bhangi
Tyare pelo bhanyo padoshi ankha unchake fangi

‘bhal shid tun rat dahado kute andha majuri? Mari ankhe dekh jari ten anyani bhari tijuri
Dhanikonan bhandar bharyan ten tare nasibe data
Tarun tun varate n tari ankhe jugan pata’

Majure ene unchaki lidho umangathi nij khandhe
Lulo kahe tyam andho chale bhegun beunun randhe
Deshapradeshe vat udi ne vagi gad gad tali
‘juo! Ghadiman shrimantoni avi motani pali!’

Andha lulan kani sangho umatya dharati khole
Lulo khabhethi jibh chabakhe andhane dhandhole
Majal chalave andho lulo betho chave
Kan andhan hat sabad ‘avaj sheno ave’?

Lulabhai khabhe rahine karat be kar uncha
Fal zadapi ras chusi andhane det suk kucha
‘jo bhai dhanikone lobhe bharavun apan bhukhe;
Zaṭapat tethi chalo biradar chalo sukhe ke duahkhe!’

Nagachud andhani kote lulae jakadavi
Sindabadane dariyai budhdhae jevi lagavi
Haratan faratan kam karatan khatan sutan rotan
Panditani n chud chhuṭati dilathi ukhade chhotan

Dur devagiri par bhadroni tali gad gad vagi
‘page chaline unche aṭale apan chadya abhagi’
Akkalavanṭa khabhe anyane kev sukhathi biraje! Pangu chade giri para! Jayaprabhuno kaliyugeya sho gaje
(munbai, me 1935)

-umashankar joshi

Source: Mavjibhai