માં અંબા તે રમવા નીસર્યા દેવી અન્નપૂર્ણા,
મા શો લીધો શણગાર રે … દેવી.
મા પાવાની પટરાણી રે … દેવી.
મા દાતે લેવરાવ્યું દાણ રે … દેવી.
મા લીલાવટ દીવડી શોભતી … દેવી.
મા દામણી રત્નજડાવ રે … દેવી.
મા કાને કનક ફૂલ શોભતા … દેવી.
મા ઝાંઝારનો ઝણકાર રે … દેવી.
મા કોટે તે પાટિયાં હેમના … દેવી.
મા કંડીઓ રત્નજડાવ રે … દેવી.
મા બાંયે બાજુબંધ બેરખાં … દેવી.
માને દશે આંગળીએ વેઢ રે … દેવી.
મા લીલા તે ગજનું કાપડું … દેવી.
મા છાયલ રાતી કોર રે … દેવી.
મા ફૂલઝરનો ઘાઘરો … દેવી.
મા ઓઢણી કસુંબલ ઘાટ રે … દેવી.
મા પગે તે કડલાં શોભતા … દેવી.
મા કાંબીઓ રત્નજડાવ રે … દેવી.
મા ગાય અને જે સાંભળે … દેવી.
તેની અંબા પૂરે આશ રે … દેવી.
ભટ્ટ વલ્લભ મા તાહરો … દેવી.
મા જન્મોજનમનો દાસ રે … દેવી.
Ma Amba Te Ramva Nisarya
Man anba te ramav nisarya devi annapurna,
M sho lidho shanagar re … devi.
M pavani paṭarani re … devi.
M date levaravyun dan re … devi.
M lilavat divadi shobhati … Devi.
M damani ratnajadav re … Devi.
M kane kanak ful shobhat … Devi.
M zanzarano zanakar re … Devi.
M kote te patiyan heman … Devi.
M kandio ratnajadav re … Devi.
M banye bajubandha berakhan … Devi.
Mane dashe angalie vedh re … Devi.
M lil te gajanun kapadun … Devi.
M chhayal rati kor re … Devi.
M fulazarano ghagharo … Devi.
M odhani kasunbal ghat re … Devi.
M page te kadalan shobhat … Devi.
M kanbio ratnajadav re … Devi.
M gaya ane je sanbhale … Devi.
Teni anba pure ash re … Devi.
Bhatṭa vallabh m taharo … Devi.
M janmojanamano das re … Devi.
Ma Amba Te Ramva Nisarya. (2020, January 11). YouTube