માએ ગરબો કોરાવ્યો - Maa E Garbo Koravyo - Gujarati & English Lyrics

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે,
સજી સોળ રે શણગાર, મેલી દીવડા કેરી હાર,
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે,

ગાગર ની લઇ માંડવી માથે ઘૂમતી મોરી માત,
ચૂંદલડી માં ચાંદ છે સાથે રૂપલે મઢી રાત,
જોગમાયા ને સંગ દરિયો નીતરે ઉમંગ,
તમે જોગણીઓ સંગ …
કે માએ પાથર્યો પ્રકાશ ચૌદ લોકમાં રે
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે,

ચારે જુગના ચૂડલા મારો સોળે કલાનો વાન
અંબા ના અણસારા વિના હાલે નહિ પાન
માના રૂપના નહિ જોડ એને રમવા ના છે કોડ
માની ગરબા કેરી કોર …

કે માએ ગરબો ચગાવ્યો ચાચર ચોકમાં રે …
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે,

Maa E Garbo Koravyo

Mae garabo koravyo gagan gokhaman re,
Saji sol re shanagara, meli divad keri hara,
Mae garabo koravyo gagan gokhaman re,

Gagar ni lai mandavi mathe ghumati mori mata,
Chundaladi man chanda chhe sathe rupale madhi rata,
Jogamaya ne sanga dariyo nitare umanga,
Tame joganio sanga … Ke mae patharyo prakash chaud lokaman re
Mae garabo koravyo gagan gokhaman re,

Chare jugan chudal maro sole kalano van
Anba n anasar vin hale nahi pan
Man rupan nahi jod ene ramav n chhe kod
Mani garab keri kor …

Ke mae garabo chagavyo chachar chokaman re …
Mae garabo koravyo gagan gokhaman re,

માએ ગરબો કોરાવ્યો | સ્તુતિ જાની | ગરબા (Jalso Unplugged Garba Video). (2019, September 30). YouTube