મળ્યો છે - Madyo Che - Gujarati Gazal

બડો બાદશાહી ખજાનો મળ્યો છે, મને એક કાગળ મજાનો મળ્યો છે!

કદી ના નજરથી નજર એ મિલાવે, હવે ફાયદો એ સજાનો મળ્યો છે!

ખૂલા દ્વાર છે રૂપની દોલતોના, લૂટારોય મોટા ગજાનો મળ્યો છે!

હવેલીમાં એની વિના રોકટોકે, ઈજારો મને આવ-જાનો મળ્યો છે!

હતી બે ઘડી પ્યારની આશ મારી, અને એક આખો જમાનો મળ્યો છે!

~ પારસ પટેલ