માહરો પંડ ખંડ ખંડ - Maharo Panda Khanda Khanda - Lyrics

માહરો પંડ ખંડ ખંડ

ગર્વ મુજ રિદ્ધિનો
ગર્વ મુજ બુદ્ધિનો
બાહુની અમિત મુજ શક્તિનો
કોણ ઉદ્દંડ સન્મુખ ઊભું આમ
રે હઠ
ભવાં તું ચઢાવે
શઠ
એક બસ મુષ્ટિને ઘાત
આળોટશે ધૂળની સાથ
રે એક બસ લાત
જોજન કૈં પૂગશે ભગ્ન તવ ગાત
જ્યાં ઘાવ કર્યો
મોરના પિચ્છ જાણે ખર્યાં
ભૂમિ પર ઢગ નર્યો
પલક લઈ નેત્ર પાછા ખૂલે
શૂન્ય સન્મુખ
ધરાશાયી તે એજ એ રૂપ
ઉદ્દંડ…
રે ભગ્ન દર્પણ મહીં
મેં લહ્યો માહરો પંડ
ખંડ… ખંડ


Maharo Panda Khanda Khanda

Garva muj riddhino
Garva muj buddhino
Bahuni amit muj shaktino
Kon uddanda sanmukh ubhun ama
Re haṭha
Bhavan tun chadhave
Shaṭha
Ek bas mushtine ghata
Aloṭashe dhulani satha
Re ek bas lata
Jojan kain pugashe bhagna tav gata
Jyan ghav karyo
Moran pichchha jane kharyan
Bhumi par dhag naryo
Palak lai netra pachh khule
Shunya sanmukha
Dharashayi te ej e rupa
Uddanda… Re bhagna darpan mahin
Men lahyo maharo panda
Khanda… Khanda

Source: Mavjibhai