મહેદી તે વાવી માળવે - Mahendi Te Vaavi Malve
કંઠે રૂપ નું હાલરડું ને આંખે મદ નો ભાર
ઘૂંઘટ માં જોબન ની જ્વાળા ઝાંઝર નો ઝણકાર
લાંબો છેડો છાયલ નો ને ગજરો ભારો ભાર
લટક મટકતી ચાલ ચાલતી જૂઓ ગુર્ઝરી નાર
અરે ભાઈ જૂઓ ગુર્ઝરી નાર
મહેદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે
મહેંદી રંગ લાગ્યો રે -------2
નાનો દિયરીયો લાડકોને --2
કંઈ લાવ્યો મહેંદી નો છોડ રે
મહેંદી રંગ લાગ્યો રે -------મહેંદી તે વાવી
વાટી ઘૂંટી ને ભર્યો વાટકો ને —2
ભાભી રંગો તમારા હાથ રે
મહેંદી રંગ લાગ્યો રે -------મહેંદી તે વાવી
હે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી --2
અરે બોલ બોલતો તોળી તોળી
છેલ છબીલો ગુજરાતી
અરે તન છોટુ પણ મન મોટું છે
ખમીરવંતી જાતિ અરે ભલે લાગતો ભોળો
હું છેલ છબીલો ગુજરાતી -----મહેંદી તે
હાથ રંગી ને વીરા શું રે કરું રે —2
એનો જોનારો પરદેશ રે—મહેંદી રંગ ----મહેંદી તે
Kanṭhe rūp nun hālaraḍun ne ānkhe mad no bhār
Ghūnghaṭ mān joban nī jvāḷā zānzar no zaṇakār
Lānbo chheḍo chhāyal no ne gajaro bhāro bhār
Laṭak maṭakatī chāl chālatī jūo gurzarī nār
Are bhāī jūo gurzarī nār
Mahedī te vāvī māḷave ne eno ranga gayo gujarāt re
Mahendī ranga lāgyo re -------2
Nāno diyarīyo lāḍakone --2
Kanī lāvyo mahendī no chhoḍ re
Mahendī ranga lāgyo re -------mahendī te vāvī
Vāṭī ghūnṭī ne bharyo vāṭako ne —2
Bhābhī rango tamārā hāth re
Mahendī ranga lāgyo re -------mahendī te vāvī
He lānbo ḍagalo mūchho vānkaḍī shire pāghaḍī rātī --2
Are bol bolato toḷī toḷī
Chhel chhabīlo gujarātī
Are tan chhoṭu paṇ man moṭun chhe
Khamīravantī jāti are bhale lāgato bhoḷo
Hun chhel chhabīlo gujarātī -----mahendī te
Hāth rangī ne vīrā shun re karun re —2
Eno jonāro paradesh re—mahendī ranga ----mahendī te