મહોબતને માંડવે - Mahobatane Mandave - Lyrics

મહોબતને માંડવે

પ્રથમ પ્રેમ ઊગ્યો ક્યાં
ઉરમાં કે આંખમાં
પોપટ પંડિતે પૂછ્યો પુરાણો સવાલ

   ઉરમાં ઉગેલો તે
   આંખમાંહી વાંચ્યો
   કે આંખમાં ઉગાડી રોપ્યો ઉરને પાતાળ
   આંખ અને ઉરનો અભેદભાવ લહે નહિ
   અવળમતિ એકને બીજાનું ગણે સાલ

   આંખ વિના ઉર શું
   ઉર વિના આંખ શી
   ઉર અને આંખ વિના માનવી કંગાલ

   આંખ પ્રથમ ઉર કેરી
   ઓથ માંહી ઊભીને
   ઉર ઉરના સાંધે સંદેશવાહી તાર

   આંખની અટારીએ
   ઉર આવી બેસે પછી
   આંખ જઈ ઉરમાં લે આરામ લગાર

   એક વાર ઉર ઉરની
   ગોઠડી ગૂંથાય પછી
   સફલ અને ધન્ય બને આંખનો અવતાર

   ઉર ત્યાં આંખ નહિ
   આંખ ત્યાં ઉર નહિ
   ઉર-આંખ કેરા એવા ગેબી છે પ્રકાર

-કરસનદાસ માણેક


Mahobatane Mandave

Pratham prem ugyo kyan
uraman ke ankhaman
popat pandite puchhyo purano savala

   uraman ugelo te
   ankhamanhi vanchyo
   ke ankhaman ugadi ropyo urane patala
   ankha ane urano abhedabhav lahe nahi
   avalamati ekane bijanun gane sala

   ankha vin ur shun
   ur vin ankha shi
   ur ane ankha vin manavi kangala

   ankha pratham ur keri
   oth manhi ubhine
   ur uran sandhe sandeshavahi tara

   ankhani atarie
   ur avi bese pachhi
   ankha jai uraman le aram lagara

   ek var ur urani
   goṭhadi gunthaya pachhi
   safal ane dhanya bane ankhano avatara

   ur tyan ankha nahi
   ankha tyan ur nahi
   ura-ankha ker ev gebi chhe prakara

-karasanadas maneka

Source: Mavjibhai