માનવીના રે જીવન! - Manavin Re Jivana! - Lyrics

માનવીના રે જીવન!

માનવીના રે જીવન!
ઘડી અષાઢ ને ઘડીક ફાગણ,
…એક સનાતન શ્રાવણ.

એક આંખે આંસુની ધારા,
બીજીએ સ્મિતના ઊડે ફુવારા,
તેજ-છાયાને તાણેવાણે
…ચીતરાયું ચિતરામણ.

એક અંધારાથી આવવું; બીજા
અંધારામાં જઈ સમાવું;
બિચમાં બાંધી આંખે પાટા
…ઓશિયાળી અથડામણ.

આવ્યો આવ્યો જ્યાં થાય, ઘડીમાં
જાય કરેથી મર્મ સરી ત્યાં;
ભલભલા માંહી ભૂલા પડે ત્યાં;
…કારમાં કેવાં કામણ?

ઘડી અષાઢ ને ઘડીક ફાગણ,
…એક સનાતન શ્રાવણ.
માનવીના રે જીવન!

-મનસુખલાલ ઝવેરી


Manavin Re Jivana!

Manavin re jivana! Ghadi ashadh ne ghadik fagana,
…ek sanatan shravana.

Ek ankhe ansuni dhara,
Bijie smitan ude fuvara,
Teja-chhayane tanevane
…chitarayun chitaramana.

Ek andharathi avavun; bija
Andharaman jai samavun;
Bichaman bandhi ankhe pata
…oshiyali athadamana.

Avyo avyo jyan thaya, ghadiman
Jaya karethi marma sari tyan;
Bhalabhal manhi bhul pade tyan;
…karaman kevan kamana?

Ghadi ashadh ne ghadik fagana,
…ek sanatan shravana. Manavin re jivana!

-manasukhalal zaveri

Source: Mavjibhai