મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે
મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સરજનહારા રે;
પળ પળ તારાં દર્શન થાયે,
દેખે દેખણહારા રે … મંદિર તારું
નહિ પૂજારી નહિં કો દેવા,
નહિ મંદિરને તાળાં રે;
નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો સૂરજ તારા રે … મંદિર તારું
વર્ણન કરતાં શોભા તારી,
થાક્યા કવિગણ ધીરા રે;
મંદિરમાં તું ક્યાં છુપાયો,
શોધે બાલ અધીરા રે … મંદિર તારું
Mandir Tarun Vishva Rupalun, Sundar Sarajanahar Re
Mandir tarun vishva rupalun,
Sundar sarajanahar re;
Pal pal taran darshan thaye,
Dekhe dekhanahar re … Mandir tarun
Nahi pujari nahin ko deva,
Nahi mandirane talan re;
Nil gaganaman mahim gata,
Chando suraj tar re … Mandir tarun
Varnan karatan shobh tari,
Thakya kavigan dhir re;
Mandiraman tun kyan chhupayo,
Shodhe bal adhir re … Mandir tarun
Source: Ramesh Solanki