માને તો મનાવી લેજો - Mane to Manavi Lejo - Lyrics

માને તો મનાવી લેજો

માને તો મનાવી લેજો રે…
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
માને તો મનાવી લેજો રે…

મથુરાના રાજા થ્યા છો,
ગોવાળોને ભૂલી ગ્યા છો,
માનીતીને ભૂલી ગ્યા છો રે…
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો રે…

એકવાર ગોકુળ આવો,
માતાજીને મોંઢે થાવો,
ગાયોને હંભારી જાઓ રે…
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો રે…

જમુનાને કાંઠે રહ્યા’તા
લૂંટી મુને માખણ ખાતા રે
છોડ્યા તુંને જૂના નાતા રે
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો રે…

તમે છો ભક્તોના તારણ,
એવી અમને હૈયા ધારણ,
ગુણ ગાયે ભગો ચારણ,
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો રે…

રચના: ભગો ચારણ


Mane to Manavi Lejo

Mane to manavi lejo re… He odhaji mar va’lane vadhine ke’jo ji,
Mane to manavi lejo re… Mathuran raj thya chho,
Govalone bhuli gya chho,
Manitine bhuli gya chho re… He odhaji mar va’lane vadhine ke’jo ji
Mane to manavi lejo re…

Ekavar gokul avo,
Matajine mondhe thavo,
Gayone hanbhari jao re… He odhaji mar va’lane vadhine ke’jo ji
Mane to manavi lejo re…

Jamunane kanthe rahya’ta
Lunti mune makhan khat re
Chhodya tunne jun nat re
He odhaji mar va’lane vadhine ke’jo ji
Mane to manavi lejo re…

Tame chho bhakton tarana,
Evi amane haiya dharana,
Gun gaye bhago charana,
He odhaji mar va’lane vadhine ke’jo ji
Mane to manavi lejo re…

Rachana: bhago charana

Source: Mavjibhai