મારા ઘટ માં બિરાજતા શ્રી નાથજી
મારા ઘટ માં બિરાજતા શ્રી નાથજી
યમુનાજી શ્રી મહાપ્રભુજી
મારું મનડું છે ગોકુલ વનરાવન
મારા મન ના આંગણિયા માં તુલસી ના વન
મારા પ્રાણ જીવન --------મારા ઘટ માં
મારા આતમનાં આંગણે શ્રી મહા મહા પ્રભુજી
મારી આંખો વિષે ગિરધારી રે ધારી
મારું તન મન -2-ગયું જેને વારી રે વારી
મારા શ્યામ મોરારિ ---------મારા ઘટ માં
મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વહાલા
નિત કરતા શ્રી નાથજી ને કાલારે વાલા
મેં તો વલ્લભ પ્રભુજી ના કીધા છે દર્શન
મારું મોહી લીધું મન -----મારા ઘટ માં
હું તો નિત્ય વિઠ્ઠલવર ની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું --2–શ્રીનાથજી ને ચરણે ધર્યુ
જીવન સફ્ળ કર્યું -------મારા ઘટમાં
મેં તો ભક્તિ મારગ કેરો સંગ રે સાધ્યો
મેં તો પુષ્ટિ મારગ કેરો સંગ રે સાધ્યો
મન ઘોળી કીર્તન કેરો રંગ રે લાગ્યો
મને લાલ। ની લાલી કેરો રંગ રે લાગ્યો
હીરલો હાથ લાગ્યો ------મારા ઘટ માં
આવો જીવન માં લહાવો કદી ફરી ના મળે
વારે વારે માનવ દેહ ફરી ના મળે
ફેરો લખ રે ચોર્યાચી નો મારો રે ફળે
મને મોહન મળે ----------મારા ઘટ માં
મારી અંત સમય કેરી સુણો રે અરજી
લેજો ચરણો માં શ્રીનાથ બાવા દયા રે કરી
મને તેડાં રે યમ કેરા કદી ના આવે
મારો નાથ તેડાવે -----------મારા ઘટ માં
mārā ghaṭ mān birājatā shrī nāthajī
Mārā ghaṭ mān birājatā shrī nāthajī
Yamunājī shrī mahāprabhujī
Mārun manaḍun chhe gokul vanarāvan
Mārā man nā āngaṇiyā mān tulasī nā van
Mārā prāṇ jīvan --------mārā ghaṭ mān
Mārā ātamanān āngaṇe shrī mahā mahā prabhujī
Mārī ānkho viṣhe giradhārī re dhārī
Mārun tan man -2-gayun jene vārī re vārī
Mārā shyām morāri ---------mārā ghaṭ mān
Mārā prāṇ thakī mane vaiṣhṇav vahālā
Nit karatā shrī nāthajī ne kālāre vālā
Men to vallabh prabhujī nā kīdhā chhe darshan
Mārun mohī līdhun man -----mārā ghaṭ mān
Hun to nitya viṭhṭhalavar nī sevā re karun
Hun to āṭhe samā kerī zānkhī re karun
Men to chitaḍun --2–shrīnāthajī ne charaṇe dharyu
Jīvan safḷa karyun -------mārā ghaṭamān
Men to bhakti mārag kero sanga re sādhyo
Men to puṣhṭi mārag kero sanga re sādhyo
Man ghoḷī kīrtan kero ranga re lāgyo
Mane lāla। nī lālī kero ranga re lāgyo
Hīralo hāth lāgyo ------mārā ghaṭ mān
Āvo jīvan mān lahāvo kadī farī nā maḷe
Vāre vāre mānav deh farī nā maḷe
Fero lakh re choryāchī no māro re faḷe
Mane mohan maḷe ----------mārā ghaṭ mān
Mārī anta samaya kerī suṇo re arajī
Lejo charaṇo mān shrīnāth bāvā dayā re karī
Mane teḍān re yam kerā kadī nā āve
Māro nāth teḍāve -----------mārā ghaṭ mān