મારા વાડામાં વાલોગિયા ત્યાં બાંધી કવલી ગાય રે,
ખડ ખાય ને પાણી પીએ એનાં દૂધ કચોળે જાય રે.
કોણે તે ખીલા ખોડિયા ને કોણે બાંધી ગાય રે,
રામે તે ખીલા ખોડિયા ને સીતાએ બાંધી ગાય રે.
કોણે તે વાછરું છોડિયા ને કોણે દોહી ગાય રે,
રામે તે વાછરું છોડિયા ને સીતાએ દોહી ગાય રે.
કોણે તે દૂધ કઢિયાં ને કોણે મેળવ્યાં મહી રે,
રામે તે દૂધ કઢિયાં ને સીતાએ મેળવ્યાં મહી રે.
કોણે તે ગોરસ રેડિયાં ને કોણે ઘૂમ્યાં મહી રે,
રામે તે ગોરસ રેડિયાં ને સીતાએ ઘૂમ્યાં મહીં રે.
કોણે તે માખણ તાવિયાં ને કોણ ભરિયાં ઈ રે,
રામે તે માખણ તાવિયાં ને સીતાએ ભરિયાં ઘી રે.
Mara Vadama Vagoliya Tya Bandhi Kavali Gay Re
Mar vadaman valogiya tyan bandhi kavali gaya re,
Khad khaya ne pani pie enan dudh kachole jaya re.
Kone te khil khodiya ne kone bandhi gaya re,
Rame te khil khodiya ne sitae bandhi gaya re.
Kone te vachharun chhodiya ne kone dohi gaya re,
Rame te vachharun chhodiya ne sitae dohi gaya re.
Kone te dudh kadhiyan ne kone melavyan mahi re,
Rame te dudh kadhiyan ne sitae melavyan mahi re.
Kone te goras rediyan ne kone ghumyan mahi re,
Rame te goras rediyan ne sitae ghumyan mahin re.
Kone te makhan taviyan ne kon bhariyan i re,
Rame te makhan taviyan ne sitae bhariyan ghi re.