મરકલડા
‘ળ’ કહે –
ભાષાશાસ્ત્રી તમે મને અવગણ્યો
તો યે મેં સહ્યું શાંતિથી
દીધું અક્ષરમાળ પૂરી થઈ ત્યાં
છેલ્લે હીણું સ્થાન ને
ના કો વાક્યમહીં ન શબ્દમહીં યે
આરંભસ્થાને મૂક્યો
એ અન્યાય હજી ન હોય પૂરતો
તેવી રીતે તો મને
ધક્કેલી દઈ દૂર કેમ મૂકતા
સ્થાને ‘ળ’ને શેં ‘લ’ને?
મારે ના ફરિયાદ કોઈ કરવી
છે પૂછવું ફક્ત આ
કે ‘કાળ’ ‘પીળું’ અને
‘કાળા’ ‘વાળ’ મહીં જરી મૂકી જુઓ
મારી જગ્યાએ ‘લ’ને!!
(ક્ષેપક)
‘ઢાળ’ ને ‘ગાળ’માં શું કદી યે સ્થાન
‘ળ’નું ‘લ’ લઈ શકે?
જાઓ ‘મેળામાં’ ને કહી તો જુઓ
ગયા’તા અમે ‘મેલામાં’!
કડવી બદામ
તારી આ સૃષ્ટિ કેરું
જગતપતિ કહે આંકવું કેમ દામ?
રંગો ને રૂપ જોઈ મીઠી ધારેલ તે તો
કડવી જ નીકળી જાણે કોઈ બદામ!
* * *
શું ભાગ્ય!
(મિશ્ર-સોનેટ)
આકાશને ઝુમ્મર કો મઢેલા
તારા કશી તારી અપૂર્વ આભા
જે સ્વર્ગની સુંદરતા બનીને
રેલી રહે તેજલ રશ્મિધારા
પૃથ્વી થકી કેટલું ઉચ્ચ આસન
બિરાજવાને યુગના યુગોથી
અમાસમાં યે અદકો પ્રકાશ
શું ભાગ્ય તારા તવ તેજવંત
કહું અરે ત્યાં અહીં શું નિહાળું
જડાયલા પાય ઉખેડી દૈને
તું ઊડવા મુક્ત મથંત વ્યર્થ
વ્યથાથી ઈર્ષ્યાભરી આંખડીએ
નિહાળતો મસ્ત ઊડી રહેલા
પૃથ્વીપટે કોઈક આગિયાને!
દ્હાડે ય રાત્રિ!
‘રંગો ગુલાબી મધુરા અવ નીલ લાગે
સોનેરી તેજઝરણે પણ શ્યામ જાગે
ઘેરી ઉદાસી જગમાં સઘળે છવાયે
દ્હાડે ય હું
તારા-શશી-રહિત રાત્રિ નિહાળું… ?’
‘…હાયે તારા દુઃખે ઈહ જગ લહે ગ્લાનિઘેર્યું,
તું શાથી?’
‘ના, ના, હું તો નીરખું સહુ
ગોગલ્સના કાચમાંથી!’
-ગીતા પરીખ
Marakalada
‘la’ kahe –
Bhashashastri tame mane avaganyo
To ye men sahyun shantithi
Didhun aksharamal puri thai tyan
Chhelle hinun sthan ne
N ko vakyamahin n shabdamahin ye
Aranbhasthane mukyo
E anyaya haji n hoya purato
Tevi rite to mane
Dhakkeli dai dur kem mukat
Sthane ‘la’ne shen ‘la’ne?
Mare n fariyad koi karavi
Chhe puchhavun fakṭa a
Ke ‘kala’ ‘pilun’ ane
‘kala’ ‘vala’ mahin jari muki juo
Mari jagyae ‘la’ne!!
(kshepaka)
‘dhala’ ne ‘gala’man shun kadi ye sthana
‘la’nun ‘la’ lai shake? Jao ‘melaman’ ne kahi to juo
Gaya’t ame ‘melaman’!
kadavi badama
Tari a srushti kerun
Jagatapati kahe ankavun kem dama? Rango ne rup joi mithi dharel te to
Kadavi j nikali jane koi badama!
* * *
Shun bhagya!
(mishra-soneṭa)
Akashane zummar ko madhela
Tar kashi tari apurva abha
Je swargani sundarat banine
Reli rahe tejal rashmidhara
Pruthvi thaki keṭalun uchcha asana
Birajavane yugan yugothi
Amasaman ye adako prakasha
Shun bhagya tar tav tejavanta
Kahun are tyan ahin shun nihalun
Jadayal paya ukhedi daine
Tun udav mukṭa mathanṭa vyartha
Vyathathi irshyabhari ankhadie
Nihalato masṭa udi rahela
Pruthvipate koik agiyane!
dhade ya ratri!
‘rango gulabi madhur av nil lage
Soneri tejazarane pan shyam jage
Gheri udasi jagaman saghale chhavaye
Dhade ya hun
Tara-shashi-rahit ratri nihalun… ?’
‘…haye tar duahkhe ih jag lahe glanigheryun,
Tun shathi?’
‘na, na, hun to nirakhun sahu
gogalsan kachamanthi!’
-git parikha
Source: Mavjibhai