મારગ મેલીને પરમારગે નો જાયેં વાલા ! - Marg Meline Parmarge No Jaye Vala - GUjarati & ENglish Lyrics

મારગ મેલીને પરમારગે નો જાયેં વાલા !
ઊભાં ગડગોયડાં ખાયે પરાણિયા !
દીઠડે મારગ જાયેં…

ઊંડાં ઊંડાં જળની આળ્યું નો કરીએ વાલા !
કાંઠે બેસીને નાયેં રે પરાણિયા !
દીઠડે મારગ જાયેં…

પર રે અસતરીની આપ્યું નો કરીએ વાલા !
આળ્યું કરીએ તો ગાળ્યું ખાયેં રે પરાણિયા !
દીઠડે મારગ જાયેં…

ઊંચાં ઊંચાં ઝાડની આળ્યું નો કરીએ વાલા !
નીચ પડ્યાં ફળ ખાયે પરાણિયા !
દીઠડે મારગ જાયે…

Marg Meline Parmarge No Jaye Vala

Marag meline paramarage no jayen val !
Ubhan gadagoyadan khaye paraniya !
Diṭhade marag jayen…

Undan undan jalani alyun no karie val !
Kanthe besine nayen re paraniya ! Diṭhade marag jayen…

Par re asatarini apyun no karie val !
Alyun karie to galyun khayen re paraniya !
Diṭhade marag jayen…

Unchan unchan zadani alyun no karie val !
Nich padyan fal khaye paraniya ! Diṭhade marag jaye…