મારી બાને વિશ્વાસ ના બેઠો
મારી બાને વિશ્વાસ ના બેઠો
જ્યારે ૧૯૪૫માં હું એના સ્વપ્નમાં
દેખાયો અને કહ્યું
આવતા વર્ષે હું તારી કૂખે અવતરીશ.
બાપુ ઓળખી ગયા
મને જોતાં જ
ડાબા અંગૂઠા નીચે તલ.
પણ બા છેક સુધી માનતી હતી
કે કોઈ બીજું અવતર્યું હતું
મારો ચહેરો ધારી.
બાપુ અને મેં દલીલો કરી
પણ સ્વપ્ન વિશ્વાસપાત્ર સાક્ષી નથી.
એ મૃત્યુ પામી ત્યાં સુધી
પ્રતીક્ષા કરી સંભવિત દીકરાર્થે.
કેવળ જ્યારે એ
મારી દીકરી તરીકે ફરી જન્મી
એણે સ્વીકાર્યું એ ખરેખર હું હતો.
ત્યાં સુધીમાં હું શંકાશીલ થયો’તોઃ
બીજા કોઈનું હૃદય
મારા શરીરમાં ધબકતું’તું.
એક દિવસ હું પાછું મેળવીશ મારું હૃદય;
મારી બાને પણ…
મલયાલમ કવિ કે. સચ્ચિદાનંદનની
કવિતાનો હિમાંશુ પટેલ દ્વારા અનુવાદ
(તા. ૦૬-૦૪-૨૦૧૨)
Mari Bane Vishvas N Betho
Mari bane vishvas n betho
Jyare 1945man hun en swapnaman
Dekhayo ane kahyun
Avat varshe hun tari kukhe avatarisha.
Bapu olakhi gaya
Mane jotan ja
Dab anguth niche tala. Pan b chhek sudhi manati hati
Ke koi bijun avataryun hatun
Maro chahero dhari.
Bapu ane men dalilo kari
Pan swapna vishvasapatra sakshi nathi. E mrutyu pami tyan sudhi
Pratiksha kari sanbhavit dikararthe.
Keval jyare e
Mari dikari tarike fari janmi
Ene svikaryun e kharekhar hun hato. Tyan sudhiman hun shankashil thayo’toah
Bij koinun hrudaya
Mar shariraman dhabakatun’tun.
Ek divas hun pachhun melavish marun hrudaya;
Mari bane pana…
malayalam kavi ke. Sachchidanandanani
Kavitano himanshu patel dvar anuvada
(ta. 06-04-2012)
Source: Mavjibhai