મારી જવની વાડીમાં સૂડો પડ્યો,
નાહોલીઓ નાનું બાળ,
સૂડલો મેં ટોયો રે
મારી જવની…
મારે પગ પરમાણે કડલાં
મારી કાંબીએ રતન જડાવ્ય,
સૂડલો મેં ટોયો રે
મારી જવની…
મારે ડોક પરમાણે દાણિયું
મારી તુળસીએ રતન જડાવ્ય,
સૂડલો મેં ટોયો રે
મારી જવની…
મારે હાચ ૫રમાણે ચૂડલિયું
મારી ગૂજરીએ રતન જડાવ્ય,
સૂડલો મેં ટોયો રે
મારી જવની…
મારે નાક પરમાણે નથણી
મારી ટીલડીએ રતન જડાવ્ય,
સૂડલો મેં ટોયો રે
મારી જવની…
Mari Javni Vadima Sudo Padyo
Mari javani vadiman sudo padyo,
Naholio nanun bala,
Sudalo men toyo re
Mari javani…
Mare pag paramane kadalan
Mari kanbie ratan jadavya,
Sudalo men toyo re
Mari javani…
Mare dok paramane daniyun
Mari tulasie ratan jadavya,
Sudalo men toyo re
Mari javani…
Mare hach 5ramane chudaliyun
Mari gujarie ratan jadavya,
Sudalo men toyo re
Mari javani…
Mare nak paramane nathani
Mari tiladie ratan jadavya,
Sudalo men toyo re
Mari javani…