માતાજીના ઊંચા મંદિર નીચા મોલ - Mātājīnā Unchā Mandir Nīchā Mola - Lyrics

માતાજીના ઊંચા મંદિર નીચા મોલ

માતાજીના ઊંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દીવા બળે રે લોલ!
રાધાગોરી, ગરબે રમવા હાલો
સાહેલી સહુ ટોળે વળી રે લોલ!

ક્યાં છે મારા રામસીંગભાઈના ગોરી
મુખલડે અમી ઝરે રે લોલ!
ક્યાં છે મારા વીરસીંગભાઈના ગોરી
હાથલડે હીરા જડ્યા રે લોલ!

ક્યાં છે મારે રૂપસીંગભાઈના ગોરી
પગલડે પદમ જડ્યા રે લોલ!
માતાજીના ઊંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દીવા બળે રે લોલ!


Mātājīnā Unchā Mandir Nīchā Mola

Mātājīnā ūnchā mandir nīchā mol
zarūkhaḍe dīvā baḷe re lola! Rādhāgorī, garabe ramavā hālo
sāhelī sahu ṭoḷe vaḷī re lola!

Kyān chhe mārā rāmasīngabhāīnā gorī
mukhalaḍe amī zare re lola! Kyān chhe mārā vīrasīngabhāīnā gorī
hāthalaḍe hīrā jaḍyā re lola!

Kyān chhe māre rūpasīngabhāīnā gorī
pagalaḍe padam jaḍyā re lola! Mātājīnā ūnchā mandir nīchā mol
zarūkhaḍe dīvā baḷe re lola!

Source: Mavjibhai

અંબા માના ઉંચા મંદિર નીચા મોલ,
ઝરૂખડે દીવા બળે રે લોલ …
અંબા માના …

અંબા માના ગોખ ગબ્બર અણમોલ કે,
શિખરે શોભા ઘણી રે લોલ …
અંબા માના …

આવી આવી નવરાત્રી ની રાતો કે,
બાળકો રાસ રમે રે લોલ …
અંબા માના …

અંબે માં ગરબે રમવા આવો કે,
બાળ તારા વિનવે રે લોલ …
અંબા માના …

અંબા માનેશોભે છે શણગાર કે,
પગલે કુમકુમ ઝરે રે લોલ …
અંબા માના …

રાંદલમાં ગરબે રમવાને આવો
મુખડે ફૂલડાં ઝરે રે લોલ …
અંબા માના …

ખોડીયાર માં ગરબે રમવા ને આવો કે ,
આંખો થી અમિ ઝરે રે લોલ …
અંબા માના …

માં તારું દિવ્ય અનુપમ તેજ કે,
જોઈ મારી આંખો ઠરે રે લોલ …
અંબા માના …

ગરબો તારા બાળકો ગવરાવે કે,
મસ્તાન તારે પાયે પડે રે લોલ
અંબા માના …

Ambe Ma Na Uncha Mandor Nicha Mol

Anba man uncha mandir nich mola,
Zarukhade div bale re lol … Anba man …

Anba man gokh gabbar anamol ke,
Shikhare shobh ghani re lol … Anba man …

Avi avi navaratri ni rato ke,
Balako ras rame re lol …
Anba man …

Anbe man garabe ramav avo ke,
Bal tar vinave re lol … Anba man …

Anba maneshobhe chhe shanagar ke,
Pagale kumakum zare re lol … Anba man …

Randalaman garabe ramavane avo
Mukhade fuladan zare re lol … Anba man …

Khodiyar man garabe ramav ne avo ke ,
Ankho thi ami zare re lol … Anba man …

Man tarun divya anupam tej ke,
Joi mari ankho ṭhare re lol …
Anba man …

Garabo tar balako gavarave ke,
Mastan tare paye pade re lol
Anba man …